ચુંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની નિવેદનબાજી, કહ્યું- સરકારના પ્રથમ કાર્ય તરીકે જાતિ આધારિત વસ્તી

ચુંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની નિવેદનબાજી, કહ્યું- સરકારના પ્રથમ કાર્ય તરીકે જાતિ આધારિત વસ્તી ગણતરી..., જાણો વિગતે

04/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ચુંટણી પ્રચારમાં રાહુલ ગાંધીની નિવેદનબાજી, કહ્યું- સરકારના પ્રથમ કાર્ય તરીકે જાતિ આધારિત વસ્તી

Loksabha Election: લોકસભા ચુંટણી પહેલા થઇ રહેલા પ્રચાર દરમિયાન દરેક રાજકીય પક્ષ પોતાની નિવેદનબાજી કરતો હોય છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રચાર દરમિયાન આ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોતાને દેશભક્ત ગણાવનારા લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીથી ડરી રહ્યાં છે પણ કોઇ તાકાત જાતિ આધારિત વસ્તી ગણતરીને રોકી શકશે નહીં. ઉપરાંત સંપત્તિના પુનઃવિતરણના મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે પણ રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું  કે, દેશની 90 ટકા વસ્તીને ન્યાય અપાવવો એ તેમના જીવનનું મિશન છે.


મને જાતિમાં રસ નથી, પણ ન્યાયમાં છે.

મને જાતિમાં રસ નથી, પણ ન્યાયમાં છે.

દિલ્હીમાં સામાજિક ન્યાય સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશની 90 ટકા વસ્તીને કેટલું નુકસાન થયું છે તે અંગે માત્ર વાતો કરવા અંગે પણ ભાજપ અને વડાપ્રધાન મને નિશાન બનાવી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને જાતિમાં રસ નથી, પણ ન્યાયમાં છે. હું વારંવાર જણાવું છે કે પ્રથમ કાર્ય જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. આ અન્યાય દૂર કરવા અમે શું કરીશું તે અંગે મે કોઇ વાત કરી નથી. મેં અત્યાર સુધી ફક્ત એટલું જ કહ્યું છે કે, પહેલા દેશની 90 ટકા વસ્તીને કેટલું નુકસાન થયું છે તે જાણીએ. આ વાત સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. જો તમે ઘાયલ થાવ છો અને હું તમને કહું કે એક્સ રે કરાવો તો આ વાત સામે કોઇને વાંધો ન હોઇ શકે.


વડાપ્રધાન નિરાશ અદ્રશ્ય મતદારોથી ડરી રહ્યાં છે

વડાપ્રધાન નિરાશ અદ્રશ્ય મતદારોથી ડરી રહ્યાં છે

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારી સરકારની રચના થવાની સાથે જ અમે પ્રથમ કાર્ય જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ભાજપના 10 વર્ષના શાસનમાં 20 થી 25 વ્યકિતઓ અબજપતિ બન્યા છે પણ જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો દેશના કરોડો લોકો લખપતિ બની જશે. વિશ્વની કોઇ શકિત ભારતના બંધારણને બદલી શકે તેમ નથી. બીજા તબક્કાની લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, વડાપ્રધાન નિરાશ થઇ ગયા છે અને તેઓ અદ્રશ્ય મતદારોથી ડરી રહ્યાં છે. તેથી વડાપ્રધાન મતો મેળવવા માટે સાંપ્રદાયિક ધ્રુવીકરણનો ઉપયોગ કરી રહ્યાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top