લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં અત્યાર સુધીમાં સૌથી ઓછું બિહારમાં મતદાન, જ્યારે અહીં સૌથી વધુ!જ

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં અત્યાર સુધીમાં સૌથી ઓછું બિહારમાં મતદાન, જ્યારે અહીં સૌથી વધુ!જાણો

04/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં અત્યાર સુધીમાં સૌથી ઓછું બિહારમાં મતદાન, જ્યારે અહીં સૌથી વધુ!જ

Lok Sabha Elections 2024: વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.


ઈવીએમના 150 સંપૂર્ણ સેટ બદલવા પડ્યાં : ચૂંટણી અધિકારી

ઈવીએમના 150 સંપૂર્ણ સેટ બદલવા પડ્યાં : ચૂંટણી અધિકારી

આસામમાં પાંચ લોકસભા બેઠકો પર ઇવીએમમાં ખામીના કારણે 150 જેટલાં ઈવીએમના સંપૂર્ણ સેટ બદલવાની ફરજ પડી હતી. અલગ અલગ ઈવીએમની વીવીપેટ તથા બેલેટ એકમો સહિત 400થી વધુ ઉપકરણોને પણ ખામીને લીધે બદલવામાં આવ્યા હતા. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટાભાગની ખામીઓ મોક પોલિંગ દરમિયાન જોવા મળી હતી. જે વાસ્તવિક મતદાનથી 90 મિનિટ પહેલા શરૂ કરાયું હતું. વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ સમગ્ર સેટ સાથે 6 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર વધુ 40 વીવીપેટ બદલવામાં આવ્યા હતા. 


1 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?

1 વાગ્યા સુધીમાં  કેટલું મતદાન?

અત્યાર સુધીમાં એટલે કે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું હતું. જ્યારે બીજી બાજુ અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે 37.53% તથા સિક્કિમમાં 36.88% મતદાન નોંધાયું હતું. 



વિશ્વની સૌથી ઠીંગણી મહિલા આપ્યો મત

વિશ્વની સૌથી ઠીંગણી મહિલા આપ્યો મત

વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. આ સાથે તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી. 



3 વાગ્યા સુધીના મતદાનના આંકડા

3 વાગ્યા સુધીના મતદાનના આંકડા

રાજ્ય

3 વાગ્યા સુધી મતદાન

1 વાગ્યા સુધી મતદાન

11 વાગ્યા સુધી મતદાન

9 વાગ્યા સુધી મતદાન

આંદામાન નિકોબાર

45.48%

35.70%

21.82%

8.64%

અરુણાચલ પ્રદેશ

53.49%

37.39%

18.74%

6.92%

આસામ

60.70%

45.12%

27.22%

11.15%

બિહાર

39.73%

32.41%

20.42%

9.23%

છત્તીસગઢ

58.14%

42.57%

28.12%

12.02%

જમ્મુ કાશ્મીર

57.09%

43.11%

22.60%

10.43%

લક્ષદ્વીપ

43.98%

29.91%

16.33%

5.59%

મધ્ય પ્રદેશ

53.40%

44.43%

30.46%

15.00%

મહારાષ્ટ્ર

44.12%

32.36%

19.17%

6.98%

મણિપુર

62.58%

46.92%

28.19%

11.91%

મેઘાલય

61.95%

48.91%

32.61%

13.71%

મિઝોરમ

48.93%

39.39%

26.56%

14.60%

નાગાલેન્ડ

51.03%

43.27%

22.82%

12.13%

પુડુચેરી

58.86%

44.95%

28.10%

11.86%

રાજસ્થાન

41.51%

33.73%

22.51%

10.67%

સિક્કિમ

52.72%

36.82%

21.20%

7.92%

તમિલનાડુ

50.80%

39.51%

23.72%

9.09%

ત્રિપુરા

68.35%

53.04%

34.54%

15.21%

ઉત્તર પ્રદેશ

47.44%

36.96%

25.20%

12.66%

ઉત્તરાખંડ

45.53%

37.33%

24.83%

10.54%

પશ્ચિમ બંગાળ

66.34%

50.96%

33.56%

15.09%

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top