ફેનિલને ફાંસી, દાખલારૂપ ચુકાદો : સુરત કોર્ટે ફેનિલને મૃત્યુદંડની સજા સંભળાવી, મનુસ્મૃતિ શ્લોક સ

ફેનિલને ફાંસી, દાખલારૂપ ચુકાદો : સુરત કોર્ટે ફેનિલને મૃત્યુદંડની સજા સંભળાવી, મનુસ્મૃતિ શ્લોક સાથે ન્યાયાધીશે કરી ચુકાદાની શરૂઆત

05/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ફેનિલને ફાંસી, દાખલારૂપ ચુકાદો : સુરત કોર્ટે ફેનિલને મૃત્યુદંડની સજા સંભળાવી, મનુસ્મૃતિ શ્લોક સ

ગુજરાત ડેસ્ક: ૧૨ ફેબ્રુઆરીના રોજ  એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ લોકોની વચ્ચે ગળા પર ચપ્પુ મારી ગ્રીષ્માની હત્યા કરી હતી. જાહેરમાં થયેલી આવી નિર્દય હત્યા બાદ લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો.


સુરતના પાસોદ્રામાં 12 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસમાં કોર્ટે હત્યારા ફેનીલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. આજના ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલે કોઈ પણ પ્રકારનો ડર કે અફસોસ દર્શાવ્યો ન હતો. બંને પક્ષના વકીલ સહિત ગ્રીષ્માનો પરિવાર કોર્ટમાં હાજર હતો. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા ન્યાયાધીશે કહ્યું કે સજા કરવી સરળ નથી, પરંતુ આ અસાધારણ કેસ છે. ત્યારપછી તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.

ગ્રીષ્માને ન્યાય મળ્યોઃ ગ્રીષ્માના પિતા

ગ્રીષ્માના પિતાએ કહ્યું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માંગણીઓ સંતોષવામાં આવી છે. અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. પોલીસ તરફથી મદદ કરનાર તમામ આગેવાનોનો આભાર.


જાણો શું હતો મામલો?

જાણો શું હતો મામલો?

ફેનિલ ગોયાણી નામના વ્યક્તિને ગ્રીષ્મા વેકરિયા નામની યુવતી સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો, જેને લઈને તે ઘણી વાર યુવતીનો પીછો પણ કરતો અને તેને હેરાન પણ કરતો હતો. જેના કારણે ગ્રીષ્માએ ઘરે ફરિયાદ કરતા તેનાં કાકા અને પિતાએ ફેનિલને ધમકાવ્યો પણ હતો.

12 ફેબ્રુઆરી શનિવારનાં રોજ ફેનિલ ગ્રીષ્માનાં ઘરની બહાર પહોંચી ગયો હતો. ગ્રીષ્માના કાકા અને ભાઈને આ વાતની જાણ થતા ફેનિલને અટકાવવાના પ્રયાસો કર્યાં જેથી ફેનિલે ઉશ્કેરાઈ યુવતીના કાકાને ચપ્પુ મારી દીધું હતું અને તેણીના ભાઈ પર પણ હુમલો કર્યો હતો.

આ જોઈ ગ્રીષ્મા વચ્ચે પડતા ફેનિલે તેને બંદી બનાવી લીધી હતી અને ગળાના ભાગે ચપ્પુ મૂકી દીધું હતું. લોકો ગ્રીષ્માને છોડી દેવા માટે આજીજી કરતા રહ્યાં પરંતુ ફેનિલે કોઈની વાત કાને ન લેતા ગ્રીષ્માના ગળા પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ગ્રીષ્મા ત્યાં જ ઢળી પડી હતી. ત્યારબાદ ફેનિલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને તે પહેલાં જ દબોચી લીધો હતો.


1000થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી

1000થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી

માસૂમ ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલ વિરુદ્ધ જિલ્લા પોલીસ દ્વારા કોર્ટમાં 1000થી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી તેમજ 150 સાક્ષીઓ, ૨૫ પંચનામા, ફેનિલના મોબાઈલના પુરાવા, તેણી ઓડિયો ક્લિપનો FSL રિપોર્ટ વગેરે પુરાવાઓ એકત્ર કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top