સુરેન્દ્રનગર લોકસભા સીટના BJPના ઉમેદવારની ડિગ્રી વિવાદમાં, ઉમેદવારી ફોર્મ બાયોડેટામાં વિસંગતતાઓ

સુરેન્દ્રનગર લોકસભા સીટના BJPના ઉમેદવારની ડિગ્રી વિવાદમાં, ઉમેદવારી ફોર્મ બાયોડેટામાં વિસંગતતાઓ

04/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સુરેન્દ્રનગર લોકસભા સીટના BJPના ઉમેદવારની ડિગ્રી વિવાદમાં, ઉમેદવારી ફોર્મ બાયોડેટામાં વિસંગતતાઓ

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે અને પહેલા ચરણના મતદાનનો ચૂંટણી પડઘમ પણ શાંત થઈ ચૂક્યો છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. તો તેના માટે ઉમેદવારો અને પાર્ટીઓના નેતા એડીચોટીનું જોર લગાવીને પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તો વિવિધ બેઠકો પર ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે અને તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઉમેદવારો પોતાની સંપત્તિઓ અને તેમનું વિવરણ રજૂ કરતાં હોય છે. તેને લઈને કેટલાંક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પર કોંગ્રેસે ડિગ્રીનો આક્ષેપ લગાવ્યો છે.


ચંદુભાઈ શિહોરાની ડિગ્રીમાં વિસંગતતાઓ

ચંદુભાઈ શિહોરાની ડિગ્રીમાં વિસંગતતાઓ

સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની ડિગ્રીમાં વિસંગતતાઓ જોવા મળી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં  અને બાયોડેટામાં અલગ-અલગ ડિગ્રી દર્શાવવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના બાયોડેટામાં તેમની ડિગ્રી બી.ઈ.સિવિલ એન્જિનિયર દર્શાવી હતી. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ધોરણ 12 પાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલો સામે આવતાં જ કોંગ્રેસે આરોપો લગાવવાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પણ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પોતે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.


ચંદુભાઈ શિહોરાનો ખુલાસો

ચંદુભાઈ શિહોરાનો ખુલાસો

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ડિગ્રી ન હોવા છતા ચંદુભાઈએ પોતાને એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યા હતા. જો કે વિવાદ વકરતા ભાજપના ઉમેદવાર ચંદુભાઈએ ખુલાસો કર્યો કે તેમણે બી.ઈ.સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂરો કર્યો નથી. એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ 12 પાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ નેતા ઋત્વિક મકવાણાએ આ અંગે પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ ઉમેદવારોની ડિગ્રી નક્કી કરીને મતદારોને ખોટી રીતે આકર્ષવાના પ્રયાસો કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top