રાજકારણનું સૌથી મોટું દંગલ આજથી શરૂ' મતદારો કરશે આ 8 મંત્રીઓના ભાવિનો નિર્ણય! જાણો કોણ છે આ મંત

રાજકારણનું સૌથી મોટું દંગલ આજથી શરૂ' મતદારો કરશે આ 8 મંત્રીઓના ભાવિનો નિર્ણય! જાણો કોણ છે આ મંત્રી અને શું છે એમની સ્થિતિ?

04/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજકારણનું સૌથી મોટું દંગલ આજથી શરૂ' મતદારો કરશે આ 8 મંત્રીઓના ભાવિનો નિર્ણય! જાણો કોણ છે આ મંત

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે અને મતદાન મથકો અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, પહેલા તબક્કામાં કેન્દ્રની ભાજપ સરકારના 8 મંત્રીઓનું ભવિષ્ય પણ નક્કી કરવામાં આવશે. આ 8 મંત્રીઓ સિવાય INDIA ગઠબંધનના ઘણા નેતાઓનું ભાવિ પણ દાવ પર છે. ભાજપના 8 મંત્રીઓમાં નીતિન ગડકરી, અર્જુન રામ મેઘવાલ, ભૂપેન્દ્ર યાદવ, સંજીવ બાલિયાન, કિરેન રિજિજુ, સર્બાનંદ સોનોવાલ, જિતેન્દ્ર સિંહ, કેએલ મુર્ગનનો સમાવેશ થાય છે.જાણો શું છે એમની સ્તીથી?


શું કિરેન રિજિજુ ચોથી વખત જીતશે?

શું કિરેન રિજિજુ ચોથી વખત જીતશે?

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ ત્રણ વખત વિજેતા રહ્યા છે. ચોથી વખત પાર્ટીએ તેમને અરુણાચલ પ્રદેશની પશ્ચિમ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ 3 વખત આ સીટ જીતી ચૂક્યા છે. તેઓ 2004થી આ બેઠક પરથી સાંસદ છે. આ વખતે તેમનો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી અને અરુણાચલ પ્રદેશ કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ નબામ તુકી સાથે થશે. આવી સ્થિતિમાં સ્પર્ધા જોરદાર બનવાની છે.


નીતિન ગડકરીને લઈ શું છે સ્થિતિ ?

નીતિન ગડકરીને લઈ શું છે સ્થિતિ ?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ત્રીજી વખત વિજયના રથ પર સવાર થવા માટે તૈયાર છે. ભાજપે તેમને ફરીથી નાગપુર લોકસભા બેઠક આપીને તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. છેલ્લી બે ચૂંટણીમાં તેમણે 2 લાખથી વધુના માર્જિનથી જીત મેળવી છે. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે થશે. 2014 અને 2019માં તેમણે 7 વખતના સાંસદ વિલાસ મુત્તેમવાર અને કોંગ્રેસના નાના પટોલેને મોટા માર્જિનથી હરાવ્યા હતા. આ વખતે તે ત્રીજી વખત આ જ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ થાય છે કે નહીં તે જોવું રહ્યું.


ભૂપેન્દ્ર યાદવને આ વ્યક્તિ આપશે ટક્કર

ભૂપેન્દ્ર યાદવને આ વ્યક્તિ આપશે ટક્કર

આ વખતે કોંગ્રેસના લલિત યાદવ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ટક્કર આપશે. લડાઈ યાદવ વિરુદ્ધ યાદવની હશે. અગાઉ 2019માં બાબા બાલકનાથને આ બેઠક પરથી ટિકિટ મળી હતી. તેમને વિજય પણ મળ્યો. આ વખતે તેમની જગ્યાએ ભૂપેન્દ્ર યાદવ પોતાનું નસીબ અજમાવશે.


અર્જુનરામ મેઘવાલની બિકાનેર સીટ પર ફરી થશે વાપસી ?

અર્જુનરામ મેઘવાલની બિકાનેર સીટ પર ફરી થશે વાપસી ?

રાજસ્થાનની બીકાનેર લોકસભા સીટ પરથી ભાજપે ચોથી વખત કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલને ટિકિટ આપી છે. તેઓ આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના ગોવિંદ રામ મેઘવાલ સાથે છે. મુકાબલો નેગવાલ અને મેઘવાલ વચ્ચે થશે. આ વખતે જોવાનું એ રહેશે કે તે ચોથી વખત આ જ સિદ્ધિ હાંસલ કરી શકે છે કે નહીં.


સર્બાનંદ સોનોવાલને લઈ શું છે ચર્ચા ?

સર્બાનંદ સોનોવાલને લઈ શું છે ચર્ચા ?

આસામની ડિબ્રુગઢ સીટ પરથી ભાજપ પૂર્વ CM અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને મેદાનમાં ઉતારશે. તેમને પૂર્વ મંત્રી રામેશ્વર તેલીના સ્થાને ટિકિટ આપવામાં આવી છે. તેમની સાથે સ્પર્ધા કરવા કોંગ્રેસે મનોજ ધનવરને મેદાનમાં ઉતાર્યા છે.


જીતેન્દ્ર સિંહને ત્રીજી વખત તાજ મળશે?

જીતેન્દ્ર સિંહને ત્રીજી વખત તાજ મળશે?

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી ત્રીજી વખત નસીબ અજમાવશે. તેઓ આ બેઠક પરથી છેલ્લી બંને ચૂંટણી જીત્યા હતા. તેમની સામે કોંગ્રેસના ચૌધરી લાલ સિંહ મેદાનમાં છે.


સંજીવ બાલિયાનની જીતનો માર્ગ નથી આસાન

કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી લોકસભા ચૂંટણી લડશે. આ વખતે તેમને સમાજવાદી પાર્ટીના હરેન્દ્ર મલિક અને BSPના દારા સિંહ પ્રજાપતિ પડકાર આપશે. સ્પર્ધા ત્રિકોણીય હશે. આવી સ્થિતિમાં બાલિયાન માટે જીતનો માર્ગ આસાન નથી.


કેએલ મુર્ગનને લઈ શું છે અપડેટ ?

કેન્દ્રીય મંત્રી કેએલ મુર્ગનને તમિલનાડુની નીલગિરી બેઠક પરથી પડકારનો સામનો કરવો પડશે. આ સીટ પરથી એ રાજા સતત ચૂંટણી જીતી રહ્યા છે. આવી સ્થિતિમાં આ સીટ પરથી પ્રથમ વખત નસીબ અજમાવી રહેલા મુર્ગન માટે આ રસ્તો સરળ નહીં હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top