ગુજરાતના આ દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવવાના આખરી દિવસે વિજય મુહુર્તમાં ભર્યા ફોર્મ, જાણો

ગુજરાતના આ દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવવાના આખરી દિવસે વિજય મુહુર્તમાં ભર્યા ફોર્મ, જાણો

04/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવવાના આખરી દિવસે વિજય મુહુર્તમાં ભર્યા ફોર્મ, જાણો

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી છે. મોટાપાયે રોડ શો બાદ આજે અમિત શાહે  ગાંધીનગરમાં કલેક્ટર કચેરીએ વિજય મુહુર્તમાં ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. તો નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. બીજી તરફ, રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જામનગરથી પૂનમ માડમે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તમામ નેતાઓએ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા.


અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ફોર્મ ભર્યું

અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ફોર્મ ભર્યું

અમિત શાહ ગઇકાલથી ગુજરાતની મુલાકાતે આવેલા હતા. ગઈકાલે અમદાવાદ ગાંધીનગરમાં ભવ્ય રોડ શો અને રેલી કર્યા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડમી તરીકે ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું. અશોક પટેલ હાલ ભરૂચના પ્રભારી તરીકેની ફરજ પણ બજાવે છે.


નવસારી ખાતે સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

નવસારી ખાતે સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

ભાજપના નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલે પણ આજે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. સીઆર પાટીલે આજે 12:39 ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ગત રોજ ભવ્ય રોડ શોને કારણે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી જતા તેમણે ઉમેદવારીપત્ર ભરવાનું ટાળ્યુ હતું. ગઈકાલે તેમની વિજય સંકલ્પ રેલીને હજારો સમર્થકોએ ઉત્સાહ સાથે આવકારી હતી. ત્યારે આજે પાટીલે નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને સંગઠન આગેવાનો સાથે સી.આર. પાટીલ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.


પરેશ ધાનાણીની સભામાં લાઈટ ગુલ

પરેશ ધાનાણીની સભામાં લાઈટ ગુલ

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. ફોર્મ ભરતા પહેલાં બહુમાળી ચોકમાં જાહેર સભા સંબોધી હતી. ધાનાણીના ફોર્મ ભરતાં સમયે શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.

જો કે, ધાનાણીની સભામાં અચાનક વીજળી ગૂલ થઈ હતી. ચાલુ સભામાં વીજળી ગૂલ થતાં પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, ભાજપ દ્વારા જાણી જોઈને લાઈટ કાપી નખાઈ છે. LED સ્ક્રીન ચાલુ અને સભામાં લાઈટ નથી. આ બાદ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવીને વિરોધ નોંધાવાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top