આ વિકસિત દેશને ભારતીય પ્રોફેસ્નલ્સની છે ખાસ જરૂર, પ્રવેશ અંગેની નીતિઓ બદલવા ત્યાના સાંસદ કરી રહ

આ વિકસિત દેશને ભારતીય પ્રોફેસ્નલ્સની છે ખાસ જરૂર, પ્રવેશ અંગેની નીતિઓ બદલવા ત્યાના સાંસદ કરી રહ્યા...., જાણો વિગતે

03/14/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ વિકસિત દેશને ભારતીય પ્રોફેસ્નલ્સની છે ખાસ જરૂર, પ્રવેશ અંગેની નીતિઓ બદલવા ત્યાના સાંસદ કરી રહ

અમેરિકામાં આઈટી સહિત બીજા અનેક ક્ષેત્રમાં ભારતીય કારીગરોની બોલબાલા વધી રહી છે. ત્યારે ભારતીયોના વધતા વર્ચસ્વ વચ્ચે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સાંસદ મેટ કાર્ટરાઈટે કહ્યુ છે કે, ભારતીય પ્રોફેશનલ્સની અમેરિકામાં ખાસી જરૂર છે તેથી ભારતીયોને ગ્રીન કાર્ડ આપવા માટે લગાવવામાં આવેલો સાત ટકાનો ક્વોટા હટાવી દેવામાં આવે. જેથી પ્રોફેશનલ વ્યક્તિઓની જરુરીયાતોને પહોંચી શકાય.


ભારતીયોને મોકો નહીં આપીને અમેરિકા મુર્ખામી કરી રહ્યુ છે

ભારતીયોને મોકો નહીં આપીને અમેરિકા મુર્ખામી કરી રહ્યુ છે

એક ઈન્ટરવ્યૂમાં અમેરિકન સાસંદે કહ્યુ હતુ કે, અમેરિકાને ઉત્તમ ગુણવત્તાવાળા, હાઈ સ્કિલ્ડ અને બાહોશ લોકોની જરૂર છે. તેથી જરૂરી છે કે, નોકરી મેળવવા માંગતા ભારતીયો અમેરિકામાં આવીને વસવાટ કરે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા દર વર્ષે સાત ટકા ભારતીયોને જ ગ્રીન કાર્ડ આપે છે. આ ક્વોટાને હટાવવા માટે  મેટ કાર્ટરાઈટ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાએ દરેક દેશના સાત ટકા નાગરિકોને જ ગ્રીન કાર્ડ આપવાનુ નક્કી કર્યુ છે. તેના કારણે ભારત જેવા લોકશાહી દેશ અને અમેરિકાના મિત્રને નુકસાન થઈ રહ્યુ છે. ભારતમાં ઉચ્ચ શિક્ષિત લોકોની મોટી સંખ્યા છે પણ અમેરિકાની ક્વોટા સિસ્ટમના કારણે તેમને અમેરિકામાં તક નથી મળી રહી. અને તેમને મોકો નહીં આપીને અમેરિકા મુર્ખામી કરી રહ્યુ છે.


અમેરિકાનો સાત ટકાનો ક્વોટા લાગુ કરવાનો નિર્ણય ભૂલભરેલો

અમેરિકાનો સાત ટકાનો ક્વોટા લાગુ કરવાનો નિર્ણય ભૂલભરેલો

તેમણે આગળ કહ્યુ હતુ કે, અમેરિકાએ હંમેશા તિવ્ર બુધ્ધિમત્તા ધરાવતા અને ઉચ્ચ કક્ષાની આવડતવાળા લોકોનુ પોતાના દેશની ઈકોનોમી મજબૂત કરવા માટે સ્વાગત કર્યુ છે અને આ નીતિ સેંકડો વર્ષોથી ચાલતી આવી છે. એટલે સાત ટકાનો ક્વોટા લાગુ કરવાનો નિર્ણય ભૂલભરેલો છે. ભારત અને અમેરિકા વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ બહુ જરૂરી છે અને તેના માટે ભારતથી મહત્તમ લોકો અમેરિકા આવે તે પણ અનિવાર્ય છે.

અમેરિકામાં આવતા  જે લોકોને ગ્રીન કાર્ડ મળે તેમને અમેરિકામાં કાયમ માટે રહેવાનો અધિકાર મળતો હોય છે. અમેરિકાએ દરેક દેશના લોકોને ગ્રીન કાર્ડ આપવા માટે એક મર્યાદા રાખી છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં એશિયાઈ મૂળના 2.35 કરોડ લોકો રહે છે. જેમાં સૌથી વધારે 52 લાખ લોકો ચાઈનિઝ મૂળના અને બીજા ક્રમે 48 લાખ લોકો ભારતીય મૂળના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top