સોના કરતાં પણ મોંઘી છે આ કેરીની કિંમત! વધારે કિંમતની સાથે તેનો રંગ પણ છે ખાસ..!? જાણો વિગતે

સોના કરતાં પણ મોંઘી છે આ કેરીની કિંમત! વધારે કિંમતની સાથે તેનો રંગ પણ છે ખાસ..!? જાણો વિગતે

04/03/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

સોના કરતાં પણ મોંઘી છે આ કેરીની કિંમત! વધારે કિંમતની સાથે તેનો રંગ પણ છે ખાસ..!? જાણો વિગતે

ગરમીની શરૂઆત થતા જ બજારમાં કેરીની ડિમાંડ ખૂબ વધવા લાગે છે. આપણો ભારત દેશ તો કેરીની ભૂમિ કહેવાય છે. આપને ત્યાં તો કેરીને તેના ઉત્તમ ગુણોને કારણે ફળોનો રાજા માનવામાં આવે છે. હપુસ, કેસર, બૈંગનપલ્લી, હિમસાગર, દશેરી, આલ્ફોન્સો, લંગડા, માલદા અને અન્ય ઘણી જાતોની કેરીઓ ભારતમાં ઉગાડવામાં આવે છે. ભારત વિશ્વભરમાં તાજી કેરીનો મોટો નિકાસકાર પણ છે. પરંતુ દુનિયાની સૌથી મોંઘી કેરી કઈ છે તેના વિશે શું તમે જાણો છો?  


એગ્સ ઓફ સન પણ કહેવામાં આવે છે

એગ્સ ઓફ સન પણ કહેવામાં આવે છે

જાપાનમાં ઉગનાર આ કેરીનું નામ મિયાઝાકી છે. આ કેરીના નામ કરતાં તેનો રંગ અને તેની કિંમત વધારે ખાસ છે. આ કેરી જાંબલી રંગની ઉગે છે અને પાકે ત્યારે તેનો રંગ લાલ થઇ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરી 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ કેરીની વિશેષતા એ છે કે, તેનું વજન લગભગ 350 ગ્રામ છે અને તેમાં 15 ટકાથી વધુ ખાંડ હોય છે. આ કેરી ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. કેરીની આ જાતની ખેતી માટે ગરમ હવામાન અને લાંબા સમય સુધી સૂર્યપ્રકાશની જરૂર પડે છે. ઝાડ પર ફળ આવ્યા બાદ એક-એક ફળને જાળીદાર કાપડથી બાંધવામાં આવે છે. જેના કારણે તેનો રંગ બદલાય છે. આ કેરીને તેના કદ અને ચમકદાર લાલ રંગને કારણે તેને એગ્સ ઓફ સન પણ કહેવામાં આવે છે.


આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે

આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે

મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી. આ કેરીની ખેતી કરવામાં વિશેષ દેખભાળની જરૂર પડે છે. સાથે જ આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે, જેથી તેની ડિમાન્ડ ખૂબ વધુ રહે છે. એક્સપર્ટનું માનીએ તો મિયાઝાકી કેરીની અંદર વિટામીન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તેમાં વિટામીન સીનો સારો સ્ત્રોત હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તો બીજી તરફ કેરીમાં પોટેશિયમ પણ આવે છે, જોકે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. મિયાઝાકી કેરીની અંદર એંટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ કેરી ત્વચાથી માંડીને વાળ સુધી બધા માટે ફાયદાકારક હોય છે.


જો કે, આ દિવસોમાં તેની ખેતી ભારત અને બાંગ્લાદેશમાં પણ થાય છે. આ સિવાય તે થાઈલેન્ડ અને ફિલિપાઈન્સમાં પણ જોવા મળે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મધ્ય પ્રદેશના જબલપુરમાં આ જાતની કેરીના બે ઝાડ ઉગાડવામાં આવ્યા છે. અને તેના માલિક દ્વારા તેની ઊંચી કિંમતને કારણે તેની સુરક્ષા માટે રક્ષકો અને કૂતરાઓને રાખવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top