મહિલા દુકાનમાં ચિપ્સનું પેકેટ ખરીદવા ગઇ ને બની ગઇ માલામાલ, જાણો આ રસપ્રદ કિસ્સા વિશે
એક મહિલા ચિપ્સનું પેકેટ ખરીદવા દુકાને ગઈ હતી. પરંતુ દુકાનમાંથી તેણે 2 હજાર રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી હતી. આ લોટરીની ટિકિટે મહિલાનું નસીબ બદલી નાખ્યું છે.
લોટરીથી મહિલા અમીર બની ગઇ છે. મહિલાએ 81 લાખ રૂપિયાની ઈનામી રકમ જીતી છે. જો કે, ટેક્સ બાદ કર્યા બાદ તેને 57 લાખ રૂપિયા મળશે. જ્યારે મહિલાને ખબર પડી કે તેણીએ આટલી મોટી રકમ જીતી છે, ત્યારે તેણીને વિશ્વાસ ન થયો, તેણે લોટરી નંબર બે વાર તપાસ્યો.
વાસ્તવમાં નોર્થ કેરોલિના (યુએસએ)માં રહેતી માર્સિયા ફિની તાજેતરમાં જ ચિપ્સ ખરીદવાના ઈરાદાથી 'માઈક ફૂડ સ્ટોર' પર ગઈ હતી. પરંતુ તે સામાન્ય રીતે જે દુકાનમાં જતી હતી તે બંધ હતું. ત્યારબાદ તે બીજા સ્ટોરમાં ગઇ અને ત્યાં તેણે 2 હજાર રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી લીધી હતી.
જ્યારે તેણીએ આ લોટરી ટિકિટના નંબર સાથે મેળ ખાય તો તે દંગ રહી ગઈ. પિઝા હટના જનરલ મેનેજર, માર્સિયાએ તેની ટિકિટ બે વાર તપાસી, કારણ કે તેણી વિશ્વાસ કરી શકતી ન હતી કે તેણીએ આટલી મોટી રકમ જીતી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp