ભારત સરકારની યોજના અંતર્ગત દીકરીને મળશે ૬૫ લાખ રૂપિયાની સહાય! ફક્ત ૨૫૦ રૂપિયાથી ખોલાવો ખાતું!

ભારત સરકારની યોજના અંતર્ગત દીકરીને મળશે ૬૫ લાખ રૂપિયાની સહાય! ફક્ત ૨૫૦ રૂપિયાથી ખોલાવો ખાતું!

09/23/2021 Business

SidhiKhabar

SidhiKhabar

ભારત સરકારની યોજના અંતર્ગત દીકરીને મળશે ૬૫ લાખ રૂપિયાની સહાય! ફક્ત ૨૫૦ રૂપિયાથી ખોલાવો ખાતું!

ભારત સરકાર દ્વારા કેટલીય યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પરંતુ અડધી જનતાને તેના વિશે ખબર હોતી નથી. જેથી તેઓ આ યોજનાનો લાભ લઇ શકતા નથી. સરકારની યોજનામાંની જ એક એવી યોજના છે, જેના મારફતે દિકરીઓને સહાય મળે છે. હવે જેના પરિવારમાં દીકરી હોઈ તેમણે તેના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત દીકરીઓને  ૬૫ લાખ રૂપિયા મળશે.


સુકન્યા સમૃદ્ધિ યોજના :

સુકન્યા સમૃદ્ધિ યોજના :

જો તમારા ઘરમાં દિકરીનો જન્મ થયો છે અથવા જો પહેલાથી તમારા ઘરમાં બાળકી છે તો તેના શિક્ષણ અને લગ્નના ખર્ચા માટેની ચિંતાને છોડી દો. કારણકે કેન્દ્ર સરકારે તેમના માટે 'સુકન્યા સમૃદ્ધિ યોજના'(sukanya samriddhi yojna) બહાર પડી છે, જેમાં તમે રોકાણ કરી શકો છો. જો તમારા ઘરમાં બાળકી છે તો તેના માટે તમે રોકાણ કરી શકો છો. આ યોજના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતી અને 10 વર્ષથી ઓછી વયની દિકરીઓના લગ્ન અને તેના ભવિષ્યના ભણતરના ખર્ચાઓ માટે રોકાણ કરવાની સોનેરી તક છે. નાની રકમથી રોકાણ કરવાની શરૂઆત તમારી દિકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. આ યોજના પાછળનો સરકારનો ઉદ્દેશ 'બેટી બચાવો બેટી પઢાવોનો' છે.


આ રીતે ખોલી શકાશે ખાતું :

આ યોજનાની શરૂઆત પીએમ શ્રી નરેન્દ્ર મોદી(narendra modi) દ્વારા ૨૦૧૫માં કરાઈ હતી. ફક્ત ૨૫૦ રૂપિયા ભરીને આ ખાતું ખોલાવી શકાય છે જેમાં દર મહિને અમુક રકમ ભરી આખા વર્ષ દરમિયાન દોઢ લાખ રૂપિયા જમા કરી શકો છો. હાલમાં સરકાર આ યોજનામાં ૭.૬% ના દરે વ્યાજ આપે છે જે બેંક અથવા પોસ્ટ ઓફીસમાં કરાવવામાં આવતી ફિક્સ ડિપોઝિટની(FD) સરખામણીએ ઘણું સારું છે. આ યોજનામાં રોકાણ કરવાથી ભવિષ્યમાં મળતી રકમ ટેક્ષ મુક્ત હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એવા લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની આવક ઓછી છે. જો જરૂર હોય તો ૧૮ વર્ષની ઉંમર પછી સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાંથી ૫૦ ટકા રકમ ઉપાડી શકાય છે.


કેટલી દિકરીઓના ખાતા ખોલાવી શકાય છે?

આ યોજનામાં એક દિકરીના નામે ફક્ત એક જ ખાતું ખોલી શકાય છે. વધારેમાં વધારે બે છોકરીઓ માટે ખાતું ખોલાવી શકાય છે. જો જુડવા અથવા ત્રણ છોકરીનો એક સાથે જન્મ થાય તો ત્રીજી છોકરીને પણ તેનો લાભ મળશે. છોકરીના ૧૦ વર્ષ પહેલા આ ખાતુ ખોલવું જરૂરી છે. ૧૦ વર્ષ પછી ખાતું ખોલી શકાશે નહિ. છોકરીની ઉંમર ૨૧ વર્ષ થયા પછી  ૬૫ લાખ રૂપિયા મળે છે. પરંતુ ૧૫ વર્ષ સુધી રકમ ભરવી ફરજીયાત છે જેના પર વ્યાજ ૨૧ વર્ષ સુધીનું મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે તમારી દિકરીના નામનું ખાતું કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top