આવતીકાલે રાહુલ ગાંધી, હેમા માલિની સહિત આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર! થશે ત્રિકોણીય મુકાબલો.' જા

આવતીકાલે રાહુલ ગાંધી, હેમા માલિની સહિત આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર! થશે ત્રિકોણીય મુકાબલો.' જાણો બીજા તબક્કા હેઠળનું મતદાન

04/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આવતીકાલે રાહુલ ગાંધી, હેમા માલિની સહિત આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર! થશે ત્રિકોણીય મુકાબલો.' જા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થવાનું છે. આને લઈને હાઈ-વોલ્ટેજ પ્રચાર અભિયાન બુધવારે સાંજે બંધ થઈ ગયો. 26 એપ્રિલે કેરળની તમામ 20 સીટ પર, કર્ણાટકની 28 સીટોમાંથી 14 સીટ પર, રાજસ્થાનમાં 13 સીટ પર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 સીટો પર, મધ્યપ્રદેશની 7 સીટ પર, આસામ અને બિહારમાં 5-5 સીટ પર મતદાન થશે, જયારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3-3 બેઠકો પર અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.


આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સામેલ છે.


16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં

16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં

દેશની 16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કાની 88 બેઠકોમાંથી ગઈ વખતની ચૂંટણીમાં, NDAએ 61 બેઠકો જીતી હતી અને UPAએ 24 બેઠકો જીતી હતી, જ્યારે અન્યોએ ત્રણ બેઠકો જીતી હતી. બીજા તબક્કાનાં મતદાનમાં જનતા 2 કેબિનેટ મંત્રી અને 4 રાજ્ય મંત્રીઓનું ભાવિ નક્કી કરશે. આ તબક્કામાં 29 બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી. તેમાંથી કેરળમાં સૌથી વધુ 20 સીટો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, બીજા તબક્કામાં આઠ બેઠકો પર મતદાન થવાનું છે, જેમાંથી 7 બેઠકો ગઈ વખતે 2019માં ભાજપ પાસે જ હતી.

ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી હતી. જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ 88 બેઠકો પર મતદાન થશે.


યુપીમાં થશે ત્રિકોણીય મુકાબલો

યુપીમાં થશે ત્રિકોણીય મુકાબલો

યુપીમાં NDA, ઇન્ડિયા બ્લોક અને બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે ત્રિકોણીય મુકાબલો થશે. જેમાં તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સત્તારૂઢ એનડીએ માટે પ્રચાર કર્યો, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા પ્રમુખ માયાવતી અને રાષ્ટ્રીય લોક દળ (RLD)ના વડા જયંત સિંહે તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કર્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top