બુધવારનો દિવસ શેરબજાર માટે કોહરામ સમાન..'13 લાખ કરોડ સ્વાહા, 'આ શખ્સની ભવિષ્યવાણી સાચી પડી, જાણ

બુધવારનો દિવસ શેરબજાર માટે કોહરામ સમાન..'13 લાખ કરોડ સ્વાહા, 'આ શખ્સની ભવિષ્યવાણી સાચી પડી, જાણો કેમ ક્રેશ થયું સ્ટોક માર્કેટ

03/13/2024 Business

SidhiKhabar

SidhiKhabar

બુધવારનો દિવસ શેરબજાર માટે કોહરામ સમાન..'13 લાખ કરોડ સ્વાહા, 'આ શખ્સની ભવિષ્યવાણી સાચી પડી, જાણ

Stock Market : બુધવારનો દિવસ શેરબજાર માટે બ્લડબાથ (કોહરામ) સમાન રહ્યો. સ્ટોક માર્કેટ એવું તૂટી પડ્યું કે એક દિવસમાં બજારમાંથી 13 લાખ કરોડનો ધૂમાડો બોલી ગયો. આટલી મોટી હદે સ્ટોક માર્કેટ પહેલા કદી ક્રેશ થયું નથી. સ્ટોક માર્કેટ ક્રેશ થવાની ભવિષ્યવાણી એક શખ્સે થોડા દિવસ પહેલા કરી હતી જે સાચી પડી છે.


સેબી ચીફે આપી હતી ચેતવણી

સેબી ચીફે આપી હતી ચેતવણી

સેબીના ચીફ માધવી પુરી બુચે થોડા દિવસ પહેલા મિડકેપ અને સ્મોલકેપ શેરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સેબી તેમના પર ચાંપતી નજર રાખી રહી છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ગોટાળો થવાના સંકેત મળ્યા છે. એટલું જ નહીં એસએમઆઈ આઈપીઓમાં પણ ગરબડના સંકેત દેખાઈ રહ્યા છે. તેમણે રોકાણકારોને આ અંગે સાવધ રહેવા જણાવ્યું છે. સેબીના આ નિવેદન બાદ માર્કેટનું સેન્ટિમેન્ટ બદલાયું હતું, જેની અસર એ રહી હતી કે આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સની સાથે સાથે બાકીના ઇન્ડેક્સમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.



બુધવારે કેટલું ક્રેશ થયું સ્ટોક માર્કેટ

બુધવારે કેટલું ક્રેશ થયું સ્ટોક માર્કેટ

બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાને કારણે બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 12.67 લાખ કરોડ ઘટીને 372 લાખ કરોડ રહી ગયું હતું. આ રીતે એક દિવસમાં લગભગ 13 લાખ કરોડ સાફ થઈ ગયાં હતા. 



બુધવારના બ્લડબાથમાં અદાણીને મોટો ફટકો

બુધવારના બ્લડબાથમાં અદાણીને મોટો ફટકો

બુધવારે ક્રેશ થયેલા સ્ટોકમાર્કેટમાં સૌથી મોટા લોસર ગૌતમ અદાણી રહ્યાં છે. અદાણી ગ્રૂપની માર્કેટ કેપમાં 90,000 કરોડનો ઘટાડો થયો હતો આ સાથે ગૌતમ અદાણી 100 અબજ ડોલરની ક્લબમાંથી બહાર થઈ ગયા હતા. બુધવારે અદાણીના તમામ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સૌથી મોટો હિસ્સો અદાણી ગ્રીન એનર્જીનો શેર 9 ટકા સુધી ગગડ્યો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસમાં 7 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 6 ટકા, અદાણી વિલ્મર 4 ટકા, અદાણી પોર્ટમાં 5 ટકા, અદાણી ગ્રીન સોલ્યુશનમાં 4.5 ટકા અને અદાણી પાવર 5 ટકા ઘટ્યા હતા. શેરમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 99.9 અબજ ડોલર થઈ ગઈ છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top