સોશિયલ મીડિયા પર આ બે ટ્રાવેલ કંપનીઝ સામે જબ્બર રોષ! લોકો શા માટે બોયકોટ કરવા કહી રહ્યા છે? કોર

સોશિયલ મીડિયા પર આ બે ટ્રાવેલ કંપનીઝ સામે જબ્બર રોષ! લોકો શા માટે બોયકોટ કરવા કહી રહ્યા છે? કોર્ટમાં PIL પણ ફાઈલ કરવામાં આવી!

04/03/2024 National

SidhiKhabar

SidhiKhabar

સોશિયલ મીડિયા પર આ બે ટ્રાવેલ કંપનીઝ સામે જબ્બર રોષ! લોકો શા માટે બોયકોટ કરવા કહી રહ્યા છે? કોર

Boycott_MakeMyTrip trend : ઉનાળુ વેકેશન આવી રહ્યું છે, સાથે જ લોકોના હરવાફરવા તેમજ વિદેશ પ્રવાસો કરવાની સિઝન પણ આવી પહોંચી છે. ટ્રાવેલ કંપનીઝને આ સીઝનમાં તગડો બિઝનેસ મળતો હોય છે. પરંતુ બે ટ્રાવેલ કંપનીઝ સામે લોકોમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે. ટ્વિટર (X) ઉપર આ બંને ટ્રાવેલ કંપનીઝનો બોયકોટ કરવાનો ટ્રેન્ડ વાઈરલ થયો છે. સાથે જ ગઈકાલે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ફાઈલ કરવામાં આવી છે. આ બંને બાબતો પાછળ બે જુદા જુદા કારણો છે. આખી વાત અહીં જાણો.


લોકોમાં શા માટે આક્રોશ છે?

લોકોમાં શા માટે આક્રોશ છે?

છેલ્લા થોડા સમયથી ભારતના લોકો માલદિવનો વિરોધ કરી રહ્યા છે. ભારતની દક્ષિણે આવેલા આ સમુદ્રી ટાપુ દેશને અત્યાર સુધી ભારત સાથે મિત્રતા હતા. પણ એના નવા ચૂંટાયેલા વડાપ્રધાને ચીનની ચઢવણીટી ભારત સાથેના સંબંધોનો વિનાકારણે અંત આણ્યો હતો. હકીકતે માલદિવ પ્રવાસીઓ પર નભતો દેશ છે, અને એના મોટા ભાગના પ્રવાસીઓ ભારતીય હોય છે. તેમ છતાં માલદિવના પ્રમુખ મુઈઝુએ ભારત સાથેના દાયકાઓ જૂના સંબંધોને તડકે મૂકીને ચીન સાથે મિત્રતા કેળવી છે. મુઈઝુના આ પગલા પછી ભારતે પણ વળતો જવાબ આપીને ટુરિસ્ટ્સને ભારતના જ હિસ્સા એવા લક્ષદ્વિપ તરફ આકર્ષવાનું શરુ કર્યું છે. ખુદ વડાપ્રધાન મોદીએ અહીંના રમણીય દરિયાકિનારે ફોટોશૂટ કરાવીને લક્ષદ્વિપને વિશ્વના ટુરિસ્ટ મેપ પર મૂકી દીધું છે.

સામે ભારતીય લોકોએ પણ દેશદાઝ દાખવીને માલદિવ જવાનું માંડવાળ કર્યું છે. તેમ છતાં MakeMyTrip અને Goibibo જેવી ટ્રાવેલ કંપનીઝે માલદિવનું બુકિંગ લેવાનું ચાલુ રાખ્યું છે. આથી સોશિયલ મીડિયા પર ભારતીયોએ આ બંને કંપનીઝ વિરુદ્ધ બોયકોટનો ટ્રેન્ડ શરુ કર્યો છે. આ બન્ને કંપનીઝમાં ચાઈનીઝ મૂળના ભાગીદારો મોટો હિસ્સો ધરાવતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.


બીજું મહત્વનું કારણ ડેટા ચોરી વિશેનું છે!

બીજું મહત્વનું કારણ ડેટા ચોરી વિશેનું છે!

ગઈકાલે અશ્વિની કુમાર ઉપાધ્યાય નામના એડવોકેટે દિલ્હી હાઈકોર્ટ ખાતે ટ્રાવેલ કંપનીઝ વિરુદ્ધ પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન – PIL ફાઈલ કરી હતી. અશ્વિની કુમારનું કહેવું છે કે વિદેશી મૂળની ટ્રાવેલ એજન્સીઝ ભારતીય પ્રવાસીઓના મહત્વપૂર્ણ ડેટા મેળવી લે છે, પરિણામે પ્રવાસીઓની પ્રાઈવસી સામે પ્રશાનાર્થ ચિહ્ન લાગી જાય છે. મૂળ વાત એ છે કે આ બધા પ્રવાસીઓમાં માત્ર સામાય નાગરિકો જ નથી હોતા, બલકે કાયદા તંત્ર સાથે જોડાયેલ લોકો, ઉચ્ચ સરકારી અધિકારીઓ, આર્મ્ડ ફોર્સીસ સાથે સંકળાયેલ લોકો તેમજ નેતાઓ પણ હોઈ શકે છે. આ બધાના પર્સનલ ડેટા કોઈ વિદેશી મૂળની કંપનીના હાથમાં જાય તો દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા જોખમાઈ શકે છે. આજે કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top