આ પ્રજાસતાક દિને કેન્દ્રીય કર્મચારીઓને થશે બમ્પર લાભ, જાણો કોને કેટલો લાભ થશે?

આ પ્રજાસતાક દિને કેન્દ્રીય કર્મચારીઓને થશે બમ્પર લાભ, જાણો કોને કેટલો લાભ થશે?

01/15/2022 Business

SidhiKhabar

SidhiKhabar

આ પ્રજાસતાક દિને કેન્દ્રીય કર્મચારીઓને થશે બમ્પર લાભ, જાણો કોને કેટલો લાભ થશે?

નેશનલ ડેસ્ક: કેન્દ્રીય કર્મચારી માટે આગામી 26મી જાન્યુઆરી શાનદાર બની રહેશે. મોંઘવારી ભથ્થા સિવાય કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક સારા સમાચાર મળવાની સંભાવના છે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે ફરી એકવાર કર્મચારીઓના પગારમાં વધારો થશે. બીજી તરફ કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા (DA)ની બાકી રકમ અંગે પણ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેવા જઈ રહી છે. જોકે, કોરોનાને કારણે સરકારી તિજોરી પરનો બોજો ઘણો વધી ગયો છે. આ ઉપરાંત રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. એવી આશા છે કે 26 જાન્યુઆરી સુધીમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.


લાંબા સમયથી પૈસા આપવા માંગ કરી રહ્યા છે

આ નિર્ણય બાદ કર્મચારીઓને ડીએનું એરિયર્સ ચૂકવી શકાશે. કેન્દ્રીય કર્મચારીઓના પેન્ડિંગ ડીએની ચૂકવણી અને ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ તેઓ અત્યાર સુધી 1 જુલાઈ 2020થી બાકી ડીએ મેળવી શક્યા નથી. કર્મચારીઓ 18 મહિના જેટલા લાંબા સમયથી પૈસા આપવા માંગ કરી રહ્યા છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે સરકાર DAની રકમ એકસાથે ચૂકવી શકે છે.


એકસાથે ચૂકવણી પર બમ્પર લાભ મળશે

એકસાથે ચૂકવણી પર બમ્પર લાભ મળશે

જો સરકાર ડીએની બાકી રકમ એકસાથે ચૂકવે તો કર્મચારીઓને બે લાખ રૂપિયા સુધીનો લાભ મળશે. લેવલ-1ના કર્મચારીઓનું ડીએનું એરિયર્સ 11,880 રૂપિયા થી  37,554 રૂપિયા સુધી છે. તે જ સમયે, લેવલ-13 અને લેવલ-14ના કર્મચારીઓનું એરિયર્સ 1.44 લાખ રૂપિયાથી રૂ. 2.18 લાખ રૂપિયાની રેન્જમાં છે.


ટૂંક સમયમાં કેબિનેટ સચિવ સાથે થશે ચર્ચા

નેશનલ કાઉન્સિલ ઓફ JCM, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ અને નાણા મંત્રાલય વચ્ચે ચર્ચાઓ થઈ છે. પરંતુ આ ચર્ચાનો કોઈ નક્કર જવાબ આવ્યો નથી. JCMનું કહેવું છે કે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. એવી આશા છે કે ટૂંક સમયમાં જ કેબિનેટ સચિવ સાથે આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.


PM મોદીના જવાબની રાહ જોવાય છે

PM મોદીના જવાબની રાહ જોવાય છે

JCM વતી એવી માંગણી કરવામાં આવી છે કે ડીએ પર નિર્ણય લેતી વખતે 18 મહિનાના ડીએની બાકી નીકળતી રકમ પણ એકસાથે પતાવવી જોઈએ. આ સિવાય કર્મચારીઓને બીજી પણ ઘણી અપેક્ષાઓ છે. જેમ કે, DA ઉપરાંત ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સમાં પણ વધારો કરી શકાય. જો પીએમ મોદી તેને લીલી ઝંડી આપે છે તો આ વર્ષે કર્મચારીઓના ખાતામાં મોટી રકમ આવવાની આશા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top