અમેરિકામાં ફેમસ ભારતીય ડાન્સરની ગોળી મારીને હત્યા..'આ અભિનેત્રીએ ભારત સરકાર પાસે માંગી મદદ

અમેરિકામાં ફેમસ ભારતીય ડાન્સરની ગોળી મારીને હત્યા..'આ અભિનેત્રીએ ભારત સરકાર પાસે માંગી મદદ

03/02/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં ફેમસ ભારતીય ડાન્સરની ગોળી મારીને હત્યા..'આ અભિનેત્રીએ ભારત સરકાર પાસે માંગી મદદ

Amarnath Ghosh Killed In Us :અમેરિકામાં વધુ એક ભારતીયને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. બદમાશોએ ફેમસ ભરતનાટ્યમ ડાન્સર અમરનાથ ઘોષની હત્યા કરી છે. અમરનાથ ઘોષ તેમના પરિવારમાં એકનું એક સંતાન હતો. અમરનાથ ઘોષે બાળપણમાં તેમના પિતાને ગુમાવી દીધા હતા અને ત્રણ વર્ષ પહેલા તેમના માતાનું મૃત્યુ થયું હતું. અમેરિકાના મિસૌરીમાં સેંટ લુઈસમાં આ પ્રકારની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે.


ભારત સરકાર પાસે મદદ માંગી

ભારત સરકાર પાસે મદદ માંગી

અમરનાથ ઘોષની મિત્ર અને ફેમસ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ અમરનાથના મૃત્યુની જાણકારી આપી છે. ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહૂનું પાત્ર ભજવનાર દેવોલીના ભટ્ટાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

દેવોલીના ભટ્ટાચાર્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, ‘ગત મંગળવારે સાંજે અમરનાથ ઘોષની હત્યા કરવામાં આવી. એવું લાગી રહ્યું છે કે, આ મામલાને દબાવવાની કોશિશ કરવામાં આવી રહ્યા છે. હત્યાનું કારણ અકબંધ છે. આરોપીઓની ઓળખ થઈ નથી. અમરનાથ ઘોષના મોત બાબતે તેમની કોઈ પોતાની વ્યક્તિ ન્યાય માંગવા માટે હાજર ના હોવાને કારણે પોલીસ આ કેસ પર ધ્યાન નથી આપી રહી.’ જેથી ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે.



અમરનાથ ઘોષ કોણ છે?

અમરનાથ ઘોષ કોણ છે?

અમરનાથ ઘોષ મૂળ કોલકત્તાના રહેવાસી હતા અને ચેન્નઈમાં આર્ટ ટીચર હતા. કોલકત્તામાં મોટા થયા અને ત્યાં જ શિક્ષણ મેળવ્યું. અમરનાથ ઘોષ એક ફેમસ ભરતનાટ્યમ ડાન્સર હતા અને PH.d કરી હતી. અમરનાથ ઘોષ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ અને કુચીપુડી આર્ટ એકેડમી ચેન્નઈના પૂર્વ વિદ્યાર્થી હતા. તેઓ સેંટ લુઈસમાં વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ફાઈન આર્ટ્સ (MFA) ની સ્ટડી કરી રહ્યા હતા.

દેવોલીના ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, કેટલાક મિત્ર તેમનો મૃતદેહ મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે, જેથી તેમના અંતિમ સંસ્કાર કરી શકાય. આ બાબતે હજુ સુધી અપડેટ મળી નથી. શિકાગોમાં ભારતીય દૂતાવાસે અમરનાથ ઘોષના પરિવારજન અને મિત્રો પાસે સંવેદના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, આ સમગ્ર મામલે નજર રાખવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top