તાપસી બાદ બોલીવુડની આ અભિનેત્રીએ કરી લીધા ગુપચુપ લગ્ન, તેથી ‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાતમાં

તાપસી બાદ બોલીવુડની આ અભિનેત્રીએ કરી લીધા ગુપચુપ લગ્ન, તેથી ‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાતમાં પણ હાજર નહોતી રહી!?

03/28/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

તાપસી બાદ બોલીવુડની આ અભિનેત્રીએ કરી લીધા ગુપચુપ લગ્ન, તેથી ‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાતમાં

થોડા દિવસ પહેલા જ અભિનેત્રી તાપસી પન્નુએ ગુપચુપ લગ્ન કર્યાની ખબરો સામે આવી હતી. ત્યાં હવે બૉલીવુડની જાણીતી અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ પણ ગુપચુપ પ્રભુતામાં પગલા પાડી દીધાની વાત જાણવામાં આવી છે.   


ફિલ્મ મહા સમુદ્રમમાં સાથે કામ કર્યું

ફિલ્મ મહા સમુદ્રમમાં સાથે કામ કર્યું

સિદ્ધાર્થ અને અદિતિએ ફિલ્મ મહા સમુદ્રમમાં સાથે કામ કર્યું છે. જો કે, સિદ્ધાર્થ અને અદિતિ ઘણીવાર સાથે જોવા મળતા હતા. બંને એકબીજાના ફોટો પણ શેર કરતા હતા. સિદ્ધાર્થ અને અદિતિએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના એક મંદિરમાં લગ્ન કરી લીધા છે. સિદ્ધાર્થ સાઉથના જાણીતા અભિનેતા છે. સાથે જ એમને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક્ટર હોવા ઉપરાંત સિદ્ધાર્થ પ્રોડ્યુસર અને સિંગર પણ છે.અદિતિ રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે

અદિતિ રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે

માહિતી અનુસાર, બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરિવાર અને નજીકના રિલેટીવ્સની હાજરીમાં તેમના પરંપરાગત રીતિ-રિવાજ મુજબ અત્યંત સાદગી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા. બંનેએ જ્યાં લગ્ન કર્યાં તે મંદિર વાનપર્થીમાં છે અને અદિતિનું આ સ્થાન સાથે ખાસ જોડાણ છે. કેમકે  અભિનેત્રીના દાદા વાનપર્થી સંસ્થાનમના છેલ્લા શાસક હતા. અદિતિ રાજ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અદિતિ અકબર હૈદરીની પૌત્રી છે.


‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાતમાં હાજર ન હતી

‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાતમાં હાજર ન હતી

તાજેતરમાં જ નેટફ્લિક્સ ઈન્ડિયા દ્વારા આયોજિત શાનદાર ઈવેન્ટમાં અદિતિ રાવ હૈદરી સિવાય ‘હીરામંડી’ની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. સંજય લીલા ભણસાલી સાથે ભણસાલી પ્રોડક્શનના સીઈઓ પ્રેરણા સિંહ, ‘હીરામંડી’ અભિનેત્રીઓ સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શર્મિન સહગલ અને નેટફ્લિક્સ ઈન્ડિયા સિરીઝના નિર્દેશક તાન્યા બામીએ ‘હીરામંડી’ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઈવેન્ટના હોસ્ટ સચિન કુંભારે અદિતિ રાવ હૈદરીના લગ્નના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, લગ્નના કારણે અદિતિ આ ભવ્ય ઈવેન્ટમાં હાજર રહી શકી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top