આખરે સુરત બેઠક પરથી દર્શનાબેનનું પત્તું કપાયું! ભાજપની બીજી યાદીમાં સાત બેઠકોના ઉમેદવારો જાહેર

આખરે સુરત બેઠક પરથી દર્શનાબેનનું પત્તું કપાયું! ભાજપની બીજી યાદીમાં સાત બેઠકોના ઉમેદવારો જાહેર

03/13/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આખરે સુરત બેઠક પરથી દર્શનાબેનનું પત્તું કપાયું! ભાજપની બીજી યાદીમાં સાત બેઠકોના ઉમેદવારો જાહેર

Loksabha elections 2024: લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આજે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે. ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી  પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને  સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.


સુરતમાં દર્શાનાબેનનું પત્તું કપાયું...

સુરતમાં દર્શાનાબેનનું પત્તું કપાયું...

થોડા દિવસો પહેલા જ SidhiKhabar.com દ્વારા સુરત બેઠક માટે મુકેશ દલાલનું નામ સંભવિત ઉમેદવાર તરીકે રજૂ કરાયું હતું, જે વાત સાચી પડી છે. સુરતમાં ત્રણ ટર્મથી ચૂંટાતા સાંસદ દર્શનાબેન જરદોશનું પત્તું કપાયું છે. એમના સ્થાને ભાજપના જૂના જોગી મુકેશ દલાલને સુરત બેઠક પરથી ઉતારવામાં આવશે.

ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નિમુબેન બાંભણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટ, સુરતથી મુકેશ દલાલ, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા અને વલસાડથી ધવલ પટેલને ટિકિટ મળી છે.

અહીં વાંચો: આ વિષે દ્વારા 11 માર્ચના ન્યૂઝમાં જ સંભાવના જાહેર કરાઈ હતી


ઉલ્લેખનિય છે કે,સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં  અને  સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને  રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને  ટિકિટ આપી છે.અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ  રિપીટ કરવામાં આવ્યા છે. પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર) અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (લખનૌ)ના નામ પણ સામેલ હતા.આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ હતા જ્યારે ત્રણ મંત્રીઓની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. પાર્ટીની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાનોનો સમાવેશ થાય છે, જ્યારે 27 ઉમેદવારો અનુસૂચિત જાતિના, 18 અનુસૂચિત જનજાતિના અને 57 અન્ય પછાત વર્ગના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top