શું તમારા આધારકાર્ડનો દુરુપયોગ થઇ રહ્યો છે? આ રીતે ચેક કરો આધારકાર્ડની સુરક્ષિતતા!!

શું તમારા આધારકાર્ડનો દુરુપયોગ થઇ રહ્યો છે? આ રીતે ચેક કરો આધારકાર્ડની સુરક્ષિતતા!!

10/18/2021 Business

SidhiKhabar

SidhiKhabar

શું તમારા આધારકાર્ડનો દુરુપયોગ થઇ રહ્યો છે? આ રીતે ચેક કરો આધારકાર્ડની સુરક્ષિતતા!!

આજે તમામ જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ જરૂરી બન્યો છે. કોઈ પણ ક્ષેત્રમાં આધારકાર્ડ અનિવાર્ય છે. જેથી આધારકાર્ડ હવે એક આવશ્યક દસ્તાવેજ બની ગયો છે, જેનો ઉપયોગ બધા જ સરકારી કામો ઉપરાંત બિનસરકારી કામોમાં પણ તેની જરૂર પડે છે. જો તમે સરકારી યોજનાઓ, સબસિડીનો લાભ લેવા માંગતા હો, તો તમારે ચોક્કસપણે આધાર કાર્ડની જરૂરિયાત ઉદભવશે. આધારકાર્ડ એ એવી વસ્તુ છે જેમાં વ્યક્તિનું નામ, સરનામુંથી લઈને ફિંગરપ્રિન્ટ સુધીની માહિતી છુપાયેલી છે.


આધાર કાર્ડનો દુરુપયોગ :

આધાર કાર્ડનો દુરુપયોગ :

આધારકાર્ડ(Aadhar card) આપણને સામાન્ય લાગે છે પરંતુ લુંટારાઓ અને સાયબર ક્રાઈમ કરનારાઓ માટે તે એક મહત્વનું પરિબળ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન દરમિયાન આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ કરી માસ્ટર માઇન્ડના લોકો તેનો દુરુપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે. શું તમારો આધારકાર્ડ સુરક્ષિત છે? કોઈના દ્વારા તેનો દુરુપયોગ તો નથી થઇ રહ્યો ને? જો તમે જાણવા માગો છો કે તમારા આધાર કાર્ડનો ક્યાંક દુરુપયોગ થયો છે, તો તમે આને સરળ રીતે જાણી શકો છો.

આધારકાર્ડનું સંચાલન કરતી કંપની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જાણી શકાય છે કે આપણા આધારકાર્ડનો બીજા કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગ થાય છે કે નહિ. UIDAI ની આ સુવિધા સાથે, તમે જાણી શકો છો કે આધાર નંબર ક્યારે અને ક્યાં વપરાયો છે. જે તમે ઘરે બેઠા પણ ચેક કરી શકો છો. તેના માટે કોઈ સાયબર કાફેમા જવાની જરૂરિયાત નથી.


કઈ રીતે ચેક કરવું :

કઈ રીતે ચેક કરવું :

1 સૌથી પહેલા AADHAK ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવું.

2 અહીં Aadhaar Services નીચે Aadhaar Authentication ઇતિહાસનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.

3 આ પછી, તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે અને બતાવ્યા પ્રમાણે સુરક્ષા કોડ દાખલ કરવો પડશે અને ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.

4 વે તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે, હવે આ OTP દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

5 આ પછી, પ્રમાણીકરણ પ્રકાર, તારીખ શ્રેણી અને OTP સહિત પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.

6 જલદી તમે વેરીફાઇ ઓટીપી પર ક્લિક કરો, તમારી સામે એક લિસ્ટ દેખાશે. અહીં ધ્યાનમાં રાખો કે તમે 6 મહિના સુધીનો ડેટા જોઈ શકો છો.

7 આ સરકારી યોજના વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે, કર મુક્તિના લાભો પણ ઉપલબ્ધ છે, જાણો તમે કેવી રીતે રોકાણ કરી શકો છો.


ખોટા ઉપયોગ પર અહીં ફરિયાદ કરો

આ પ્રક્રિયા કર્યા પછી, જો તમને ખબર પડે કે તમારા આધાર કાર્ડનો ક્યાંક દુરુપયોગ થયો છે, તો તમે તરત જ તેના વિશે ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે, તમે ટોલ ફ્રી નંબર 1947 અથવા ઇમેઇલ help@uidai.gov.in પર કોલ કરી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top