ખૂન કે બદલે ખૂન : કૂતરાઓએ વાંદરાનું બચ્ચું માર્યું તો બદલો લેવા વાંદરાઓએ 250 કૂતરાને મોતને ઘાટ

ખૂન કે બદલે ખૂન : કૂતરાઓએ વાંદરાનું બચ્ચું માર્યું તો બદલો લેવા વાંદરાઓએ 250 કૂતરાને મોતને ઘાટ ઉતારી દીધા!

12/19/2021 National

SidhiKhabar

SidhiKhabar

ખૂન કે બદલે ખૂન : કૂતરાઓએ વાંદરાનું બચ્ચું માર્યું તો બદલો લેવા વાંદરાઓએ 250 કૂતરાને મોતને ઘાટ

પોતાના સ્વજન કે અન્ય કોઈ નજીકના વ્યક્તિ સાથે અન્યાય કરનાર કે તેની હત્યા કરનારને કોઈ માણસ કાયદો હાથમાં લઈને મારી નાંખે તેવા અનેક કિસ્સાઓ બન્યા છે. માણસો આવું કરે તે માનવામાં આવે છે પરંતુ પ્રાણીઓ પણ હવે આ ‘ખૂન કે બદલે ખૂન’ના રસ્તે ચાલતા થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 

મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલા કેટલાક શ્વાનોએ ભેગા મળીને એક વાનરના બચ્ચાને મારી નાંખ્યું હતું. જે બાદ વાનરોએ એક પછી એક કુતરાના બચ્ચાંને મારવાનું શરૂ કરી દીધું. છેલ્લા એક મહિનામાં વાનરોએ લગભગ 250 ગલુડિયાંને મારી નાંખ્યા હોવાનું અહેવાલો જણાવે છે. 


આ અજીબ ઘટના મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માજલગાંવની છે. છેલ્લા એક મહિનાથી અહીં વાનરો દ્વારા કૂતરાને મારવાનો સિલસિલો ચાલુ જ છે. કોઈ પણ કૂતરો કે બચ્ચું દેખાય એટલે વાંદરાઓ તેને ઉઠાવીને લઇ જાય છે અને ઊંચાઈવાળી જગ્યાએ લઇ જઈને ફેંકી દે છે. આવી રીતે છેલ્લા મહિનામાં 250 કૂતરા માર્યા ગયા છે.


લગભગ પાંચ હજારની વસ્તીવાળા આ ગામમાં હવે કૂતરાનું નામનિશાન રહ્યું નથી. હજુ પણ કોઈ કૂતરો દેખાય નહીં કે વાનરસેના તેની પર તૂટી પડે છે. વાનરોના આ આતંકથી કંટાળીને ગામલોકોએ વના વિભાગનો સંર્પક કર્યો હતો. વન વિભાગે આવીને પ્રયત્નો કર્યા પરંતુ તેઓ પણ આ વાંદરાને પકડી શક્યા ન હતા. આખરે મહામહેનતે ગઈકાલે બે વાંદરા પાંજરે પૂરાયા હતા.

ગ્રામજનોનું કહેવું છે કે વાંદરાઓ બદલો લેવા માટે આવું કરી રહ્યા છે. તેઓ આ ગલુડિયાઓને કોઈ ઊંચી ઈમારત કે ઝાડ પર લઈ જાય છે અને ત્યાંથી નીચે ફેંકી દે છે. વન વિભાગની નિષ્ફળતા બાદ વાંદરાઓના આતંકને કારણે ગ્રામજનોએ કૂતરાઓને બચાવવા માટે તેમના સ્તરે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ આમ કરવું તેમના માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યું છે. કારણ કે વાંદરાઓ તેમના પર પણ હુમલો કરી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ નાના બાળકો પર પણ હુમલો કરી બેસે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top