સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની અટકાયત..' મારવાનો નહોતો ઇરાદો પરંતુ...'થયો

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની અટકાયત..' મારવાનો નહોતો ઇરાદો પરંતુ...'થયો ચોંકાવનારો ખુલાસો

04/18/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની અટકાયત..' મારવાનો નહોતો ઇરાદો પરંતુ...'થયો

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીની હરિયાણાથી અટકાયત કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે હરિયાણાથી પકડાયેલા શંકાસ્પદનો સંબંધ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે છે અને તે ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે અટકાયત કરાયેલ વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી આદેશ લીધો હોવાની શંકા છે.


આરોપીઓ મુંબઈથી ભાગીને અહીં ગયા

આરોપીઓ મુંબઈથી ભાગીને અહીં ગયા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે રવિવારે બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાનાં આરોપમાં ધરપકડ કરાયેલા સાગર પાલ અને વિકી ગુપ્તા અટકાયત કરાયેલા શંકાસ્પદને તેમની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા હતા અને ઇન્ટરનેટ દ્વારા ફોન કોલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટના બાદ સાગર પાલ અને વિકી ગુપ્તા મુંબઈથી ભાગીને ભુજ ચાલ્યા ગયા અને સુરત નજીક તેઓએ મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બદલી નાખ્યું હતું જેનો ઉપયોગ તેઓ વાતચીત માટે કરી રહ્યા હતા.


કરાઈ હતી આટલા લાખ રૂપિયાની ઓફર

કરાઈ હતી આટલા લાખ રૂપિયાની ઓફર

અધિકારીઓના જણાવ્યા મુજબ, ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન એ બાબત ધ્યાનમાં આવી કે તેઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ તેમના મોબાઇલ ફોનને વારંવાર સ્વિચ ઓફ કરી દેતા હતા. પરંતુ તે હમેશા એક જ નંબર હતો કે જેના પર તેઓએ ફોન કર્યા હતા. અધિકારીએ જણાવ્યું કે હરિયાણાથી પકડીને શંકાસ્પદને મુંબઈ લાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ આ કેસમાં હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.


આ હતું કારણ

આ હતું કારણ

માહિતી અનુસાર, અનમોલ બિશ્નોઈનો ઉદ્દેશ્ય શૂટર્સ પાસેથી માત્ર ગોળીબાર કરીને ડર પેદા કરવાનો હતો, સલમાનને મારવાનો કોઈ ઈરાદો નહોતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બંને શૂટરોના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આ ફાયરિંગ કેસમાં સલમાન ખાનનું નિવેદન પણ નોંધવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ સાક્ષી તરીકે સલમાન ખાનનું નિવેદન નોંધશે. જણાવી દઈએ કે 13 એપ્રિલે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારની ઘટના બની હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top