પાકિસ્તાનની સરકારે Twitter પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ મૂકવામ

પાકિસ્તાનની સરકારે Twitter પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

04/18/2024 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની  સરકારે Twitter પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ મૂકવામ

Pakistan Ban Twitter : હવે પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) તરીકે ઓળખાતુ નો ઉપયોગ કરી શકશે નહીં. પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાને એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાન સરકારે અગાઉ પણ તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર પ્રતિબંધ અંગે આદેશ જાહેર કર્યો હતો. સુરક્ષાની ચિંતાઓને ટાંકીને પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જ એક્સ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજે પાકિસ્તાન સરકારે આ એક્સ પર લગાવેલા પ્રતિબંધની સત્તાવાર પુષ્ટિ કરી છે.


સુરક્ષા મુદ્દાઓને ટાંક્યા

સુરક્ષા મુદ્દાઓને ટાંક્યા

પાકિસ્તાન સરકાર દ્વારા સિંધ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર, X પ્લેટફોર્મના દુરુપયોગને કારણે, રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને દૂર કરવામાં Xની નિષ્ફળતાને કારણે પ્રતિબંધ જરૂરી બની ગયો છે. જો કે હાલમાં એક્સ દ્વારા આ પ્રતિબંધ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.


આ છે સાચુ કારણ

આ છે સાચુ કારણ

ટ્વિટર પર લગાવેલા પ્રતિબંધ અંગેની વિગતોમાં એવુ છે કે, પાકિસ્તાનમાં ગત 8 ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલીની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન સરકારે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કરી દીધા હતા. પાકિસ્તાનમાં મતદાનના દિવસે આખો દિવસ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, ચૂંટણી પછી, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરીથી પહેલાની જેમ કામ કરવા લાગ્યા હતા. પરંતુ વપરાશકર્તાઓ ટ્વિટરને એક્સેસ કરવામાં સક્ષમ ન હતા.

આવી સ્થિતિમાં, પાકિસ્તાનની સિંધ હાઈકોર્ટે, પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીને X પ્લેટફોર્મની સેવા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકાર દ્વારા Xની સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી ન હતી. હવે સરકારે Xને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top