સીમા-સચિનની મુશ્કેલી વધી' સીમાના પાકિસ્તાની પતિએ કરી અરજી દાખલ! આ બાબતે આપવી પડશે સાબિતી?

સીમા-સચિનની મુશ્કેલી વધી' સીમાના પાકિસ્તાની પતિએ કરી અરજી દાખલ! આ બાબતે આપવી પડશે સાબિતી?

04/16/2024 National

SidhiKhabar

SidhiKhabar

સીમા-સચિનની મુશ્કેલી વધી' સીમાના પાકિસ્તાની પતિએ કરી અરજી દાખલ! આ બાબતે આપવી પડશે સાબિતી?

પાકિસ્તાની નાગરિક સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટે સમન્સ આપ્યુ છે. આ કેસમાં અરજી પાણીપતના એડવોકેટ મોમિન મલિક વતી દાખલ કરવામાં આવી હતી.


એડવોકેટ મોમિન મલિક એ જણાવ્યું કે

એડવોકેટ મોમિન મલિક એ જણાવ્યું કે

મોમિન મલિકે જણાવ્યું હતું કે તાજેતરમાં જ ઉજવાયેલી સીમા અને સચિન મીનાની લગ્નની વર્ષગાંઠને કોર્ટમાં પડકારવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને પણ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. લગ્ન સિવાય બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા, ધર્મ પરિવર્તન વગેરેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.


આપવી પડશે આ સાબિતી-વકીલ

આપવી પડશે આ સાબિતી-વકીલ

વકીલના મતે સીમાએ કોર્ટમાં સાબિત કરવું પડશે કે તેણે ધર્મ પરિવર્તન ક્યારે કર્યું? આ સિવાય સગીર બાળકોનો ધર્મ પણ આ રીતે બદલી શકાય નહીં. જેમને સમન્સ જાહેર કરવામાં આવ્યા છે તેઓએ સુનાવણીની તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે.

મહત્વપૂર્ણ છે કે 3 જુલાઈ 2023ના રોજ સીમા હૈદરની હરિયાણાના બલ્લભગઢથી ધરપકડ કરવામાં આવી હતી. તે ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરામાં રહેતા સચિન મીના સાથે નેપાળ થઈને ભારત આવી હતી. આ દરમિયાન સીમાના એડવોકેટ એપી સિંહનું કહેવું છે કે જે દેશના નાગરિક સાથે દુશ્મનાવટ છે તેની અરજી કોર્ટમાં ન જઈ શકે. કોર્ટમાં તમામ હકીકતો રજૂ કરવામાં આવશે.


11 મહિના પહેલા પાકિસ્તાનથી ભારત આવી હતી

11 મહિના પહેલા પાકિસ્તાનથી ભારત આવી હતી

પાકિસ્તાનના સિંધ પ્રાંતની સીમા હૈદર અને રાબુપુરાના સચિન મીનાની લવસ્ટોરી છેલ્લા 11 મહિનાથી ચર્ચામાં છે. સચિન અને સીમા PUBG રમતી વખતે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ પછી, તેઓ માર્ચ 2023 માં નેપાળમાં પ્રથમ વખત મળ્યા હતા અને તે પછી સીમા તેના બાળકો સાથે 4 મે 2023 ના રોજ નેપાળથી પાકિસ્તાનથી રબુપુરા આવી હતી.

જેની બાદમાં પોલીસે ધરપકડ કરી હતી અને તેને જામીન મળી ગયા હતા. ત્યારથી તે અહીં સચિન સાથે રહે છે. જેના દ્વારા સરકાર પાસે ભારતીય નાગરિકતાની પણ માંગણી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top