Stock Market : શેર બજારની ધીમી શરૂઆત. સેન્સેક્સમાં 250 નો કડાકો, Nifty પણ લાલ અંકમાં! સોના-ચાંદ

Stock Market : શેર બજારની ધીમી શરૂઆત. સેન્સેક્સમાં 250 નો કડાકો, Nifty પણ લાલ અંકમાં! સોના-ચાંદીમાં શું પરિસ્થિતિ છે, જાણો

04/05/2022 Business

SidhiKhabar

SidhiKhabar

Stock Market : શેર બજારની ધીમી શરૂઆત. સેન્સેક્સમાં 250 નો કડાકો, Nifty પણ લાલ અંકમાં! સોના-ચાંદ

Stock Market Update : આજે સપ્તાહના બીજા દિવસે શેર બજારે ખુલતાની સાથે ધીમી શરૂઆત કરી છે. Sensex વીસ અંક, અથવા 0.03 ટકા નીચે 605914 પર અને Nifty પાંચ અંક અથવા 0.03 ઉપર 18058 263 ના સ્તરે ખૂલ્યો. હાલમાં, આ લખાય છે ત્યારે સેન્સેક્સ 263 અંકની ગિરાવટ સાથે કામ કરી રહ્યો છે.


લાલ નિશાન સાથે શરૂઆત

લાલ નિશાન સાથે શરૂઆત

મિશ્રિત વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય સૂચકાંક લાલ નિશાન સાથે ખૂલ્યો હતો. Sensex વીસ અંક, અથવા 0.03 ટકા નીચે 605914 પર અને Nifty પાંચ અંક અથવા 0.03 ઉપર 18058 263 ના સ્તરે ખૂલ્યો. બજાર ખુલતા જ નિફ્ટીમાં ગિરાવટ નોંધાઈ. 366 શેર્સમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે 1795 શેર્સમાં તેજી જોવા મળી છે. 67 શેર્સમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. નિફ્ટી પર મુખ્યત્વે અદાણી પોર્ટ્સ, એનટીપીસી, ઓએનજીસી, ટાટા મોટર્સ વગેરે વધારા સાથે રહ્યા હતા. જ્યારે એચડીએફસી, બજાજ ફાયનાન્સ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરે જેવા શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાય છે ત્યારે, સેન્સેક્સ 60,335ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટી 62 અંકના ઘટાડા સાથે 17,990ના સ્તરે પહોંચ્યો છે.

ગઈકાલે (સોમવારે) સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. લીલા નિશાનથી જ શરૂઆત કરીને બન્ને ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા.


સોના-ચાંદીમાં શું પરિસ્થિતિ છે?

સોના-ચાંદીમાં શું પરિસ્થિતિ છે?

માર્કેટમાં તેજી પછી કડાકો છે, ત્યારે સોના-ચાંદી વિષે (Gold latest rates, Silver ltest rates)  જાણવું રસપ્રદ થઇ રહેશે. કિંમતી ધાતુમાં પણ ઘટાડાનો સિલસિલો ચાલુ જ છે. મંગળવારે સોનાની કિંમત 0.05 ટકા ઘટીને 51,507 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીની કિંમત 0.12 ટકા ઘટીને 66,214 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ હતી. (સોના-ચાંદીની કિંમતો શહેર મુજબ જુદી હોઈ શકે છે)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top