સુપ્રીમ કોર્ટે ફરી બાબા રામદેવની લગાવી ફટકાર..' કહ્યું.'અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે

સુપ્રીમ કોર્ટે ફરી બાબા રામદેવની લગાવી ફટકાર..' કહ્યું.'અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે તમને..જાણો સમગ્ર મામલો?

04/16/2024 National

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટે ફરી બાબા રામદેવની લગાવી ફટકાર..' કહ્યું.'અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે

Patanjali Misleading Ads Case: પતંજલિ ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે.


કોર્ટે 5-6 પ્રતિવાદીઓની વિનંતી પર

કોર્ટે 5-6 પ્રતિવાદીઓની વિનંતી પર

પતંજલિ આયુર્વેદ લિમિટેડ તરફથી વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા. તેમણે કહ્યું કે પોતાની જાતને બચાવવા અને પોતાની સદ્ભાવના બતાવવા માટે, બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પોતાની પહેલ પર કેટલાક વધારાના પગલાં લેશે. આ માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. કોર્ટે 5-6 પ્રતિવાદીઓની વિનંતી પર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સાથે પણ વાતચીત કરી. આ મામલો 23 એપ્રિલે સૂચીબદ્ધ કરવામાં આવે અને સૌથી પહેલા તેની સુનાવણી કરવામાં આવશે.


સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહીમાં શું થયું?

સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહીમાં શું થયું?

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે બિનશરતી માફી માગીએ છીએ.' આના પર જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, 'શું તમે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ.' જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, 'હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ.' 

જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, 'અમે તમને હજુ સુધી માફી નથી આપી. અમે વિચારીશું. જો કંપનીની કિંમત આટલા કરોડની હોય તો તેમે આ કામ ન કર્યું હોત.' બાબા રામદેવે કહ્યું કે, 'ફરી આવું નહીં થાય.' કોર્ટે કહ્યું કે, અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે તમને માફ કરીશું કે નહીં. તમે એક વાર નહિ પણ ત્રણ વાર ઉલ્લંઘન કર્યું છે.'

જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું, 'કાયદો બધા માટે સમાન છે.' બાબા રામદેવે કહ્યું કે, 'હું હવેથી આ વાતથી સતર્ક રહીશ. કામના ઉત્સાહમાં આ બન્યું. ફરી થશે નહીં'.

જસ્ટિસ હિમા કોહલીએ આચાર્ય બાલકૃષ્ણને કહ્યું, 'એવું નથી લાગતું કે હૃદયમાં કોઈ પરિવર્તન થયું હતો... તમે હજી પણ તમારી વાત પર અડગ છો. અમે 23મી એપ્રિલે આ અંગે વિચારણા કરીશું.'

 

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top