ભારતમાં આ બાળક બન્યું સૌથી નાની ઉંમરમાં અબજોપતિ, જાણો કેવી રીતે?!

ભારતમાં આ બાળક બન્યું સૌથી નાની ઉંમરમાં અબજોપતિ, જાણો કેવી રીતે?!

03/19/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં આ બાળક બન્યું સૌથી નાની ઉંમરમાં અબજોપતિ, જાણો કેવી રીતે?!

કોઈ વ્યક્તિને કરોડપતિ અથવા અબજોપતિ બનવામાં વર્ષોના વર્ષો લાગે છે, પરંતુ ગયા વર્ષે 10 નવેમ્બર 2023ના રોજ જન્મેલું બાળક માત્ર 4 મહિનામાં અબજોપતિ બની ગયું છે. અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  તે બાળક સંભવતઃ ભારતમાં સૌથી નાની ઉંમરનું અબજપતિ છે. હકીકતે તેમના દાદાએ પોતાની કંપનીના પોતાના ભાગના અમુક શેર તેના નામે ટ્રાન્સફર કર્યા છે. અને આ બાળક બીજું કોઈ નહીં પણ ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિનો પૌત્ર છે. જેનું નામ છે એકાગ્રહ રોહન મૂર્તિ.


નારાયણ મૂર્તિએ એકાગ્રને આટલા શેર આપ્યા

નારાયણ મૂર્તિએ એકાગ્રને આટલા શેર આપ્યા

ઇન્ફોસિસની એક્સચેન્જ ફાઇલિંગમાં જાણવા મળ્યું છે કે, નારાયણ મૂર્તિએ એકાગ્ર રોહન મૂર્તિને આશરે રૂ.240 કરોડના શેર આપ્યા છે. આ ટ્રાન્સફર પછી એકાગ્રા પાસે દેશની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્ફોસિસના 15,00,000 શેર હશે. એક મીડિયા અહેવાલ મુજબ, હવે આ ઓફ-માર્કેટ ટ્રાન્સફર પછી નારાયણ મૂર્તિ પાસે લગભગ 1.51 કરોડ શેર બાકી છે, જે લગભગ 0.36 ટકા હિસ્સો છે. જાણવા મળ્યું છે કે, આ શરોનું ટ્રાન્સફર 'ઓફ માર્કેટ' કરવામાં આવ્યું છે.

ઈન્ફોસિસની શરૂઆત માત્ર 250 કરોડ સાથે 1981માં થઈ હતી. ત્યાર બાદ સુધા મૂર્તિએ ઇન્ફોસિસને આગળ વધારી, આજે તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત આઈટી કંપનીઓમાંની એક છે. આ કંપનીએ કોર્પોરેટ ગવર્નન્સ અને સંપત્તિના નિર્માણ માટે લોકશાહીકરણ માટે એક નવો દાખલો આપ્યો છે. ફોર્બ્સ અનુસાર, નારાયણ મૂર્તિની કુલ સંપત્તિ 35,800 કરોડ રૂપિયા છે. તેઓ ઈન્ફોસિસના સહ-સ્થાપક છે, જેની માર્કેટ કેપ રૂ.5.70 લાખ કરોડ છે.


એકાગ્રહ નામ શા માટે?

એકાગ્રહ નામ શા માટે?

ગયા વર્ષે નવેમ્બરમાં નારાયણ અને સુધા મૂર્તિના દિકરા રોહન મૂર્તિ અને તેમના પત્ની અપર્ણા કૃષ્ણનના ઘરે દિકરાનો જન્મ થયો હતો. તેનું નામ એકાગ્રહ રાખવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, આ નામ મહાભારતના અર્જૂન પરથી રાખવામાં આવ્યું છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top