આ વખતે યુપીએસસીના પરિણામમાં ટોચનું સ્થાન મેળવવામાં છોકરાઓએ બાજી મારી, ગુજરાતના આટલા ઉમેદવારો થય

આ વખતે યુપીએસસીના પરિણામમાં ટોચનું સ્થાન મેળવવામાં છોકરાઓએ બાજી મારી, ગુજરાતના આટલા ઉમેદવારો થયા પાસ, જાણો વિગતે

04/16/2024 National

SidhiKhabar

SidhiKhabar

આ વખતે યુપીએસસીના પરિણામમાં ટોચનું સ્થાન મેળવવામાં છોકરાઓએ બાજી મારી, ગુજરાતના આટલા ઉમેદવારો થય

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 ની પરીક્ષાના પરિણામોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. પ્રિલિમ રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર હતા. UPSC CSE મેન્સનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થયું હતું.


કુલ 1016 ઉમેદવારો પરીક્ષામાં પાસ

કુલ 1016 ઉમેદવારો પરીક્ષામાં પાસ

યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023માં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યો છે. જ્યારે અનિમેષ પ્રધાન અને અનન્યા રેડ્ડીએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે પીકે સિદ્ધાર્થ રામકુમાર ચોથા સ્થાને રહ્યા છે અને રૂહાની પાંચમા સ્થાને છે. UPSC પરીક્ષામાં જનરલ કેટેગરીના 347, EWS કેટેગરીના 115, OBC કેટેગરીના 303, SC કેટેગરીના 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે.

UPSCની પરીક્ષામાં ઓલ ઈન્ડીયાના ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ છે. અત્રે જણાવી દઈએ કે, આ પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવારોને સફળતા મળી છે. વિષ્ણુ શશીકુમારે ઓલ ઈન્ડીયા 31મો રેન્ક મેળવ્યો છે. જ્યારે અંજલી ઠાકુરે 43મો અને અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે.


આ પરીક્ષાની ગણના દુનિયાની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાં

આ પરીક્ષાની ગણના દુનિયાની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાં

ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) સહિત વિવિધ કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં કુલ 1,105 ખાલી જગ્યાઓ ભરવા માટે UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2023 લેવામાં આવી હતી. આ પરીક્ષાની ગણના દુનિયાની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાં થાય છે. દર વર્ષે લાખો ઉમેદવાર દ્વારા આ પરીક્ષા આપવામાં આવે છે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં, મહિલાઓ UPSC પરીક્ષાઓમાં ટોચનું સ્થાન મેળવવામાં આગળ રહી હતી, પરંતુ આ વખતે છોકરાઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top