વોડાફોન-આઈડિયાને એક ભૂલ 27 લાખે પડી! : ગ્રાહકને વળતર આપવાનો આદેશ

વોડાફોન-આઈડિયાને એક ભૂલ 27 લાખે પડી! : ગ્રાહકને વળતર આપવાનો આદેશ

09/11/2021 National

SidhiKhabar

SidhiKhabar

વોડાફોન-આઈડિયાને એક ભૂલ 27 લાખે પડી! : ગ્રાહકને વળતર આપવાનો આદેશ

જયપુર: રાજસ્થાનના આઈટી વિભાગે ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા-જે VI ના નામથી પણ ઓળખાય છે- ને એક કેસમાં ગ્રાહકને ૨૭.૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. કંપનીએ ગ્રાહકની ઓળખ કર્યા વગર જ ડુપ્લિકેટ સિમ ઇસ્યુ કરી દીધો હતો, જેનો ઉપયોગ કરીને તેણે બેંકના ખાતામાંથી ગેરકાયદેસર રીતે ૬૮.૫ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા!

રિપોર્ટ અનુસાર, જે શખ્સને ડુપ્લિકેટ સિમ ઇસ્યુ કરવામાં આવ્યો તેણે IDBI બેંકના એક ખાતામાંથી ૬૮.૫ લાખ રૂપિયા ઉપાડીને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ તેણે પીડિતને ૪૪ લાખ રૂપિયા પરત કરી દીધા પરંતુ બાકીની રકમ નહીં આપી.


શું છે સમગ્ર મામલો?

કૃષ્ણલાલ નૈન નામના એક વ્યક્તિનો વોડાફોન-આઈડિયા મોબાઈલ નંબર મે,૨૦૧૭ માં બંધ થઇ ગયો. આ દરમિયાન આ સિમ ભાનુપ્રતાપ નામના એક વ્યક્તિને કોઈ પણ પ્રકારની તપાસ અને ઓળખ કર્યા વગર જારી કરી દેવામાં આવ્યો. કૃષ્ણલાલને આ વાતની ખબર ન હતી. જેથી તેઓ એક કંપનીના સ્ટોરમાં ગયા અને ત્યાં સિમ ન ચાલતો હોવાની ફરિયાદ કરી. તેમને નવો સિમ તો મળ્યો પરંતુ અનેક વખત ફરિયાદ નોંધાવ્યા છતાં એક્ટિવેટ ન થયો.

ત્યારબાદ તેઓ જયપુરના એક સ્ટોરમાં ગયા અને બીજા દિવસે તેમનો સિમ એક્ટિવેટ થઇ ગયો પરંતુ ત્યાં સુધી તેમના ખાતામાંથી 68 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. સિમ કોઈ પણ પ્રકારના વેરિફિકેશન વગર અન્ય વ્યક્તિને ઇસ્યુ કરી દેવામાં આવ્યો હતો અને તેણે કૃષ્ણલાલના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા.


એક મહિનામાં રકમની ભરપાઈ ન કરે તો વ્યાજ ચૂકવવું પડશે

વોડાફોન-આઈડિયાને જારી કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પીડિતને ૨.૩૧ લાખ રૂપિયાના વ્યાજ સ્વરૂપે ૭૨ હજાર રૂપિયાની જમા રકમ અને તેને ૨૪ લાખ રૂપિયાના થયેલ નુકસાનની ભરપાઈ કરે. જો કંપની એક મહિનાની અંદર આ રકમની ભરપાઈ ન કરે તો તેમણે ૧૦ ટકાના દરે વ્યાજ ભરવું પડશે તેમ જણાવ્યું હતું.

આઈટી એક્ટ-૨૦૦૦ હેઠળ રાજસ્થાનમાં પ્રથમ વખત કોઈ ટેલિકોમ કંપની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. પીડીતે આઈટી એક્ટ હેઠળ કંપની પર વળતર માટે દાવો કર્યો હતો. ત્યારબાદ માહિતી અને પ્રસારણ વિભાગે કંપનીને દંડ કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top