સમય આવતા બધા ફરી ગયા અને..' પત્તું કપાતા નારાજ યુવા દલિત નેતાનો કોંગ્રેસને ફટકો! લગાવ્યાં ગંભીર

સમય આવતા બધા ફરી ગયા અને..' પત્તું કપાતા નારાજ યુવા દલિત નેતાનો કોંગ્રેસને ફટકો! લગાવ્યાં ગંભીર આરોપ

04/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સમય આવતા બધા ફરી ગયા અને..' પત્તું કપાતા નારાજ યુવા દલિત નેતાનો કોંગ્રેસને ફટકો! લગાવ્યાં ગંભીર

Lok Sabha Elections 2024 : મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી અંગે રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન કોંગ્રેસની મુશ્કેલી ફરી વધી છે. અહીં પાર્ટીના એક દિગ્ગજ નેતાએ પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. દેવાશીષ જરારિયા કોંગ્રેસના યુવા અને દલિત નેતા હતા. 


આ વર્ષમાં લડી હતી લોકસભા ચૂંટણી

આ વર્ષમાં લડી હતી લોકસભા ચૂંટણી

2019માં ભિંડ-દતિયા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા દેવાશીષ જરારિયાએ આજે તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી. તે પાર્ટીના યુવા દલિત નેતા તરીકે ઓળખ ધરાવે છે. પાર્ટી છોડતાં કોંગ્રેસ પર અનેક ગંભીર આરોપો લગાવતાં તેમણે કહ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ મારી રાજકીય હત્યા કરવાની જવાબદારી ઉપાડી છે. કોંગ્રેસે મને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધો. 



કોંગ્રેસ પર લગાવ્યાં આ ગંભીર આરોપ

કોંગ્રેસ પર લગાવ્યાં આ ગંભીર આરોપ

તેમણે કહ્યું કે પાર્ટી 5 વર્ષથી વાયદો કરી રહી હતી કે ભિંડથી લોકસભાની ટિકિટ મને આપવામાં આવશે. પણ સમય આવતા બધા ફરી ગયા અને મેં દિવસ રાત મહેનત કરી પણ જૂથવાદ દ્વારા કોંગ્રેસે જ કોંગ્રેસને નિપટાવી દીધી. આ પાર્ટીમાં જે આંતરિક હુમલા કરે છે તેને જ વધારે માન અપાય છે જે મારા ચરિત્રમાં નથી. પાર્ટી ઓબીસી અને મહિલાઓ વિશે વાત કરે છે પણ ટિકીટ નથી આપતી. આ વખતે પાર્ટીએ દેવાશીષની જગ્યાએ ભાંડેરના ધારાસભ્ય ફુલ સિંહ બારૈયાને ભિંડથી લોકસભાના ઉમેદવાર બનાવાયા હતા. તેના બાદથી દેવાશીષ નારાજ હતા. 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top