Aadhar Update: ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકશો, બાદમાં ખરચવા પડશે રૂપિયા! જાણો

Aadhar Update: ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકશો, બાદમાં ખરચવા પડશે રૂપિયા! જાણો UIDAI નો નિયમ

03/11/2024 Business

SidhiKhabar

SidhiKhabar

Aadhar Update: ત્રણ દિવસ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકશો, બાદમાં ખરચવા પડશે રૂપિયા! જાણો

Aadhar Update: આધાર કાર્ડ કોઈ પણ ભારતીય નાગરિક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે. ટ્રેનની ટિકિટ ખરીદવાથી માંડીને સરકારી યોજના માટે અરજી કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. હાલમાં UIDAI યુઝર્સને મફતમાં આધાર કાર્ડ મેળવવાની તક આપી રહ્યું છે. 14 માર્ચ, 2024 સુધી યુઝર્સ સરળતાથી આધાર કાર્ડને મફતમાં ઑનલાઇન અપડેટ કરી શકે છે. એ પછી ચાર્જ ચૂકવવો પડશે. આધાર કાર્ડ કઈ રીતે અપડેટ કરી શકાય? નિયમ મુજબ આધાર કાર્ડ કોણે અપડેટ કરાવવું પડે? આધાર અપડેટ માટે કેટલો ચાર્જ ભરવો પડે? એ તમામ પ્રશ્નોના જવાબ અહીં મેળવો


આધાર કાર્ડ અપડેટની પદ્ધતિ અને નિયમો જાણી લો

આધાર કાર્ડ અપડેટની પદ્ધતિ અને નિયમો જાણી લો

UIDAIએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિએ તેનું આધાર કાર્ડ 10 વર્ષ સુધી અપડેટ નથી કર્યું તો તેઓએ જલદીથી અપડેટ કરવું જોઈએ. આધાર કાર્ડ અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ આધાર સેન્ટર અને ઓનલાઈન બંને રીતે ચૂકવવો પડશે. જો કે 14 માર્ચ, 2024 સુધી યુઝર્સ સરળતાથી આધાર કાર્ડને મફતમાં ઑનલાઇન અપડેટ કરી શકે છે.

-આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

-આ પછી તમારે તમારો આધાર નંબર અને OTP દાખલ કરવો પડશે.

-હવે તમારે Document Update પર ક્લિક કરવાનું રહેશે અને Verify પસંદ કરવાનું રહેશે.

-આ પછી તમારે ડ્રોપ લિસ્ટમાં ID-પ્રૂફ અને એડ્રેસ પ્રૂફની કોપી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.

-હવે સબમિટ કર્યા પછી તમને રિક્વેસ્ટ નંબર મળશે.

-તમે રિક્વેસ્ટ નંબર દ્વારા આધાર અપડેટ સ્ટેટસ ચેક કરી શકો છો.

-તમારું આધાર કાર્ડ થોડા દિવસોમાં અપડેટ થઈ જશે.


શું અપડેટ કરાવવાનું હશે? કેટલો ચાર્જ લાગશે?

શું અપડેટ કરાવવાનું હશે? કેટલો ચાર્જ લાગશે?

તમે આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકો છો. જો કે, બાયોમેટ્રિક અપડેટ માટે તમારે ફક્ત આધાર કેન્દ્ર પર જવાનું રહેશે. તમે માત્ર 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકો છો. જો તમે આધાર કાર્ડ ઓફલાઈન એટલે કે આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરો છો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. તમારે આધાર કેન્દ્ર પર દરેક અપડેટ માટે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. મતલબ કે જો તમારે તમારું નામ અને મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો તમારે 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top