છત્તીસગઢ જેવી ઘટના: દુર્ગા વિસર્જન સરઘસ પર ગાડી ચડાવી દેવાઈ, 7 લોકોને કચડ્યા, ત્રણની હાલત ગંભીર

છત્તીસગઢ જેવી ઘટના: દુર્ગા વિસર્જન સરઘસ પર ગાડી ચડાવી દેવાઈ, 7 લોકોને કચડ્યા, ત્રણની હાલત ગંભીર

10/17/2021 National

SidhiKhabar

SidhiKhabar

છત્તીસગઢ જેવી ઘટના: દુર્ગા વિસર્જન સરઘસ પર ગાડી ચડાવી દેવાઈ, 7 લોકોને કચડ્યા, ત્રણની હાલત ગંભીર

ભોપાલ: બે દિવસ પહેલા છત્તીસગઢમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા જતા લોકો ઉપર ગાંજો ભરીને લઇ જતા શખ્સોએ ગાડી ચડાવી દીધી હતી જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હતી. હવે આવી જ ઘટના મધ્ય પ્રદેશના ભોપાલમાં જોવા મળી છે.


ચાલક ભાગી ગયો

ભોપાલમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રામાં એક કાર ટોળા પર ચડાવી દેવાઈ હતી. જેના કારણે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. વાહન પલટી માર્યા બાદ ચાલક ભાગી ગયો હતો. આ દરમિયાન કારની ટક્કરથી 7 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો કાર ચાલકને પકડવા દોડતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કાર ચાલક ઝડપથી  ગાડી રિવર્સ કરે છે અને પછી ભાગી જાય છે. ત્યારબાદ, ગુસ્સે ભરાયેલા ટોળાએ હંગામો શરૂ કરી દીધો. જેના કારણે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે 11.15 વાગ્યે શહેરના સ્ટેશન વિસ્તારમાં, બજરિયામાં બની હતી. પોલીસ હવે કાર ચાલકને શોધી રહી છે.


ત્રણ યુવકો ગંભીર રીતે ઘવાયા

ડીઆઈજી ઈર્શાદ વાલીએ જણાવ્યું કે, જ્યારે દુર્ગા મૂર્તિ વિસર્જન સરઘસ ભોપાલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક સામેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ચાંદબાદ બાજુથી એક ઝડપી કાર લોકોને ટક્કર મારીને સરઘસમાં ઘૂસી ગઈ. આ પછી ડ્રાઈવરે કારને પૂર ઝડપે રિવર્સ કરી અને કેટલાક લોકો તેની ચપેટમાં આવી ગયા. ત્રણ યુવકોની હાલત ગંભીર છે, જેમની સારવાર હાલ ચાલી રહી છે.


છત્તીસગઢમાં 2 દિવસ પહેલા આવી જ ઘટના બની હતી

નોંધવું મહત્વનું છે કે બે દિવસ પહેલા છત્તીસગઢના જશપુરમાં આવી જ એક ઘટના બની હતી. જ્યાં દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા જતા ભક્તો ઉપર ગાંજો ભરીને જતા શખ્સે ગાડી ચડાવી દીધી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાઈરલ થયો હતો અને તેમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લાલ રંગની ગાડી આવીને લોકોને ટક્કર મારી દે છે અને લોકો રસ્તા પર પડી જાય છે. જોકે, લોકોએ ત્યારબાદ ચાલકને પકડીને માર માર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top