મુંબઈમાં મહિલા સાથે હેવાનિયત : રેપ બાદ પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાંખ્યો હતો, પીડિતાનું નિધન

મુંબઈમાં મહિલા સાથે હેવાનિયત : રેપ બાદ પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાંખ્યો હતો, પીડિતાનું નિધન

09/11/2021 National

SidhiKhabar

SidhiKhabar

મુંબઈમાં મહિલા સાથે હેવાનિયત : રેપ બાદ પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાંખ્યો હતો, પીડિતાનું નિધન

મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં નિર્ભયાકાંડ જેવી જ એક હ્રદયદ્રાવક ઘટના બની. જ્યાં એક ૩૦ વર્ષીય મહિલા સાથે બળાત્કાર બાદ અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો. નરાધમોએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાંખી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં મહિલા રસ્તા પર બેભાન હાલતમાં પડી હતી, જેને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મહિલાએ આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે!


મુંબઈના સાકીનાકા વિસ્તારની ઘટના

આ ઘટના મુંબઈના સાકીનાકા વિસ્તારમાં બની. મહિલાને ઘાટકોપર સ્થિત રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને વેન્ટીલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો. સારવાર શરૂ કરી દેવાઈ છતાં મહિલાને બચાવી શકાઈ ન હતી. હોસ્પિટલે મહિલાના નિધનની પુષ્ટિ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે આરોપીએ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યા બાદ મારપીટ કરી હતી. તેણે લોખંડના સળિયા વડે હુમલો કર્યો અને ત્યારબાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં અનેક વખત આ સળિયો નાંખ્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ મહિલાને ટેમ્પોમાં ફેંકી દીધી અને ત્યાંથી ભાગી ગયો.


આરોપીની ધરપકડ થઇ, કેસ દાખલ

લગભગ પંદરેક મિનીટ બાદ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ મહિલાને લોહીલુહાણ હાલતમાં જોઇને મુંબઈ પોલીસને જાણ કરી હતી અને હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. તેની ઓળખ મનોજ ચૌહાણ નામથી થઇ છે. આશંકા છે કે તેની સાથે અન્ય લોકો પણ સામેલ હોય શકે છે.

આરોપી વિરુદ્ધ આઈપીસી ધારા ૨૦૭, ૩૭૬, ૩૨૩ અને ૫૦૪ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે લગભગ ૩:૩૦ વાગ્યે કંટ્રોલ રૂમને સાકીનાકાના ખૈરાની રોડ ઉપર લોહીલુહાણ મહિલા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાજાવાડી હોસ્પિટલ લઇ ગઈ હતી.


દિલ્હીનો એ નિર્ભયા કાંડ જેણે આખા દેશને હચમચાવી મૂક્યો હતો

 ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨ માં દિલ્હીમાં એક મહિલા- જેને પાછળથી નિર્ભયા નામ આપવામાં આવ્યું- સાથે ચાલતી બસની અંદર ચાર નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ મહિલાને બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. આ ઘટના બાદ આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આખરે સાત વર્ષે વર્ષ 2019માં નિર્ભયાના ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. કુલ ૬ આરોપીઓમાંથી એક છૂટી ગયો હતો, એકે જેલમાં જ આત્મહત્યા કરી હતી અને બાકીના ચારને ફાંસી અપાઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top