મનોરંજન જગતથી માઠા સમાચાર..'પ્રસિદ્ધ ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા

મનોરંજન જગતથી માઠા સમાચાર..'પ્રસિદ્ધ ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ!!

02/26/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

મનોરંજન જગતથી માઠા સમાચાર..'પ્રસિદ્ધ ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા

Pankaj Udhas Passed Away : મનોરંજન જગતથી માઠા સમાચાર આવ્યા છે. લેજેન્ડરી સિંગર અને પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે. મુંબઈમાં 72 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. પંકજની દીકરી નાયાબ ઉધાસે સિંગરના મોતના સમાચાર શેર કર્યા છે.

પંકજ ઉધાસના નિધનના સમાચાર મળતા જ સંગીતની દુનિયામાં માતમ છવાયો છે. પંકજ જેવા ગઝલ ગાયકનું આવી રીતે દુનિયા છોડીને જવું ફેન્સ માટે આંચકાજનક સાબિત થયું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


ગુજરાતના જેતપુરમાં થયો હતો જન્મ

ગુજરાતના જેતપુરમાં થયો હતો જન્મ

પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેઓ પોતાના ત્રણેય ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ પાસે ચરખાડી નામના ગામે રહેતો હતો. તેમના દાદા જમીનદાર હતા અને ભાવનગર રાજ્યના દીવાન પણ હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતી, તેમને ઈસરાજ વગાડવાનો ખુબ શોખ હતો. તેમની માતા જીતુબેન ઉધાસને ગીતનો ખુબ શોખ હતો. એજ કાણ હતું કે પંકજ ઉધાસ સહિત તેમના બંને ભાઈઓ સંગીત તરફ વળ્યા.


એક સમયે તેમને ગાવાના 51 રૂપિયા મળ્યા હતા

એક સમયે તેમને ગાવાના 51 રૂપિયા મળ્યા હતા

પંકજે ક્યારે નહોતું વિચાર્યું કે તેઓ પોતાનું કરિયર સિંગિંગમાં બનાવશે. તે દિવસોમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે લતા મંગેશકરનું 'એ મેરે વતન કે લોગો' ગીત રિલીઝ થયું હતું. પંકજને આ ગીત ખુબ પસંદ આવ્યું. તેમણે વગર કોઈની મદદે આ ગીતને તે લય અને સુર સાથે તૈયાર કર્યું.

એક દિવસ સ્કૂલ પ્રિન્સિપાલને ખબર પડી કે તેઓ સરસ ગીત ગાય છે, જ્યારબાદ તેમને સ્કૂલ પ્રેયર ટીમના હેડ બનાવી દીધા. એક વખત તેમની શેરીમાં માતાજીની ચોકી બેઠી હતી. રાત્રે આરતી-ભજન બાદ ત્યાં કલ્ચરલ પ્રોગ્રામ થતો હતો. આ દિવસે પંકજના સ્કૂલ ટીચર આવ્યા અને તેમણે કેલ્ચરલ પ્રોગ્રામમાં પંકજને એક ગીત ગાવા કહ્યું.પંકજે એ મેરે વતન કે લોગો ગીત ગાયું. આ ગીતથી ત્યાં બેઠેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. તેમના ખુબ વખાણ થયા. દર્શકોમાંથી એક વ્યક્તિએ ઉભા થઈને તાળી વગાડી અને ઈનામ તરીકે 51 રૂપિયા આપ્યા.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top