પ્રદૂષણને ઓછુ કરવા આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય!! શરુ કરશે E-Auto સર્વિસ! મહિલાઓ માટે 33 %

પ્રદૂષણને ઓછુ કરવા આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય!! શરુ કરશે E-Auto સર્વિસ! મહિલાઓ માટે 33 % અનામત!!

10/18/2021 National

SidhiKhabar

SidhiKhabar

પ્રદૂષણને ઓછુ કરવા આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય!! શરુ કરશે E-Auto સર્વિસ! મહિલાઓ માટે 33 %

દિલ્હીમાં(Delhi) પહેલેથીજ પ્રદુષણનું પ્રમાણ વધારે છે. ઉપરાંત દિવસે દિવસે વાહનોના ધુમાડાઓના કારણે પ્રદુષણ વધારે વધતું જાય છે જેના પગલે દિલ્હી સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણને ઓછુ કરવા માટે ઇલેક્ટ્રિક અથવા બેટરી વાહનો ચલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સહિત દિલ્હી સરકાર આ દિશામાં ઘણા પગલાં લઈ રહી છે. પ્રાઇવેટ અને વ્યવસાયિક વાહનો ચલાવતા લોકો આ વાહનોની સુવિધા લઇ શકે છે, જેના માટે પરમિટ બનાવવાના નિયમો પણ સરળ બનાવવામાં આવ્યા છે. આ માટે દિલ્હી સરકારે એક ખાસ પગલું ભર્યું છે જેમાં ઈ-ઓટો પરમિટ બનાવવા માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે.

દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના જણાવ્યા અનુસાર સરકારે ઈ-ઓટો પરમિટના મામલે મહિલાઓને 33 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. બેટરીથી ચાલતા વાહનો માટે ઈ-વાહન નીતિ ઘડવામાં આવી છે, જે અંતર્ગત ઈ-ઓટો પરમિટ આપવામાં આવી રહી છે. દિલ્હી સરકારે વાહન નોંધણીની સંખ્યા વધારવા માટે 4,261 ઓટો પરમિટ આપવાનો નિર્ણય કર્યો છે.


આટલી ઈ-ઓટો પરમિટ મળશે :

આટલી ઈ-ઓટો પરમિટ મળશે :

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં વાહન નીતિ હેઠળ 4,261 ઈ-ઓટો પરમિટ આપવામાં આવશે, જેમાંથી 1,406 પરમિટ મહિલાઓ માટે અનામત રહેશે. કૈલાશ ગેહલોતે જણાવ્યું છે કે મહિલા અને પુરુષ અરજદારો દિલ્હી સરકારના પરિવહન વિભાગની વેબસાઇટ પર અરજી કરી શકે છે. અરજીમાં આપેલી માહિતીના આધારે લોકોને ઈ-પરમિટ આપવામાં આવશે. કુલ રજીસ્ટ્રેશનમાંથી 33 ટકા પરમિટ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.


ઓટો ખરીદી પર સબસિડી :

ઓટો ખરીદી પર સબસિડી :

સરકારનો આવો દાવો છે કે આ પ્રયાસ દ્વારા દિલ્હી સરકાર દિલ્હીને ઇલેક્ટ્રિક વાહનોની રાજધાની બનાવવા માંગે છે. કૈલાશ ગેહલોતે એક ટ્વીટમાં લખ્યું છે કે દિલ્હી સરકાર લોકોને પ્રદૂષણ મુક્ત અને વિશ્વસ્તરીય પરિવહન સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. દિલ્હી સરકાર પોતાની EV નીતિ હેઠળ ઇલેક્ટ્રિક ઓટોની(E-auto) ખરીદી પર 30,000 રૂપિયાની સબસિડી આપે છે. ઈ-ઓટો પરમિટ માટે, અરજદાર પાસે દિલ્હીના સરનામા સાથે આધાર નંબર હોવો જોઈએ. લાઇટ મોટર વ્હીકલ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા TSR ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.


કઈ છે અરજીની અંતિમ તારીખ :

ઈ-ઓટો પરમિટ માટે અરજી કરતી વખતે પબ્લિક સર્વિસ વ્હીકલ બેજ હોવું જરૂરી નથી. જો કે, જેઓ ઈ-ઓટો પરમિટ મેળવે છે, તેમને 45 દિવસની અંદર આ બેજ મેળવવો જરૂરી રહેશે. ઈ-ઓટો પરમિટ રજીસ્ટ્રેશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1 નવેમ્બર છે. જો ઇ-ઓટો ખરીદવા માટે દિલ્હી સરકારની એમ્પેનલમેન્ટ એજન્સીઓ પાસેથી લોન લેવામાં આવે છે, તો વ્યાજ પર 5% ની છૂટ આપવામાં આવશે. દિલ્હી 'ઈ-ઓટો લોન' નું આયોજન કરશે જ્યાં લોકો વિવિધ પ્રકારના ઈ-ઓટો મોડલ જોઈ શકશે. આ વાહનોનું ડ્રાઇવિંગ ટેસ્ટ પણ કરી શકાય છે અને લોન લેતા પહેલા તેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.


ઓટો પરમિટમાં 33% આરક્ષણ :

ઓટો પરમિટમાં 33% આરક્ષણ :

દિલ્હી સરકાર એમ પણ કહે છે કે ઈ-ઓટો પરમિટ(permit) મળ્યા બાદ ઓટોની ખરીદી પર સબસિડી સાથે સસ્તા દરે લોન આપવામાં આવશે. આ લોકોને ઇ-ઓટો ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે અને પરિણામે દિલ્હીના રસ્તાઓ પર બેટરી વાહનોનું સંચાલન વધશે. આ સાથે દિલ્હીના લોકોને પ્રદૂષણમાંથી મુક્તિ મળશે. અત્યારે દિલ્હીમાં 2 થી 2.25 લાખની રેન્જમાં ઈ-ઓટો ઉપલબ્ધ છે, જેના પર સબસિડી મળ્યા બાદ કિંમતો 1.5 થી 2 લાખ થશે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઓટો પરમિટમાં 33% અનામત પણ આપવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top