આ એપ દ્વારા કરવો LPG બુકિંગ અને મેળવો 50 રૂપિયા સુધીનું કેશબેક!!

આ એપ દ્વારા કરવો LPG બુકિંગ અને મેળવો 50 રૂપિયા સુધીનું કેશબેક!!

10/16/2021 Business

SidhiKhabar

SidhiKhabar

આ એપ દ્વારા કરવો LPG બુકિંગ અને મેળવો 50 રૂપિયા સુધીનું કેશબેક!!

વધતી મોંઘવારી સમયમાં બધીજ વસ્તુના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની સાથે એલપીજી સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. તહેવારોની સીઝનમાં, એલપીજીનો વપરાશ સામાન્ય દિવસો કરતા વધારે હોય છે કારણકે તહેવારો દરમિયાન વાનગીઓ બનાવવાનું વધારે જોવા મળતું હોય છે. આવી સ્થિતિમાં, જો કોઈ તમને કહે કે તમે એલપીજીના બુકિંગ પર કેશબેક લઈ શકો છો, તો તમે ચોક્કસપણે આ વિકલ્પ અજમાવવા માંગશો. તો ચાલો જાણીએ કે કેવી રીતે આપણે એલપીજીના બુકિંગ પર 50 રૂપિયા સુધીની રોકડ છૂટ મેળવી શકીએ છીએ.


આ એપ દ્વારા મળશે કેશબેક :

આ એપ દ્વારા મળશે કેશબેક :

ખરેખર આ કેશબેકની ઓફર પોકેટ એપ દ્વારા મળી શકે છે. આ એપ દ્વારા એલપીજીની ખરીદી માટે ચૂકવણી કરીને, તમે મહત્તમ 50 રૂપિયા સુધી નિયત કેશબેક(Cash back) મેળવી શકો છો. ડિજિટલ પેમેન્ટ સુવિધા પૂરી પાડતી પોકેટ એપ દ્વારા ગ્રાહકો ગેસ સિલિન્ડર બુકિંગ પર 10 ટકાસુધીની (મહત્તમ રૂ .50) કેશબેક મેળવી શકે છે. જણાવવમાં આવ્યું છે કે, આ એપ ICICI બેંકના સહયોગથી ચાલે છે.

એલપીજી સિલિન્ડરની કિંમત વધી રહી છે. 14.2 કિલો ગેસ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં તમારે 899.50 રૂપિયા સુધી ચૂકવવા પડશે. પરંતુ પોકેટ એપ દ્વારા ગેસ સિલિન્ડર બુકિંગ પર આવી રીતે કેશબેક ઓફર મેળવી શકાય છે.


બુકિંગ કેવી રીતે કરવું? જાણીએ :

બુકિંગ કેવી રીતે કરવું? જાણીએ :

1 તમારે તમારી Pocket Wallet app ડાઉનલોડ કરી આ એપને ખોલવી પડશે.

2 ત્યારબાદ રિચાર્જ અને પે બિલના ઓપ્શનમાંથી, પે બિલ પર ક્લિક કરો.

3 પછી તમારે Select Billersમાં Moreનો વિકલ્પ પસંદ કરવો પડશે.

4 Moreના વિકલ્પમાં તમને LPG નો વિકલ્પ દેખાશે.

5 હવે સર્વિસ પ્રોવાઇડર પસંદ કરો અને તમારો મોબાઇલ નંબર દાખલ કરો.

6 હવે તમારી બુકિંગનો નંબર સિસ્ટમ દ્વારા જાણ કરવામાં આવશે.

7 તે પછી તમારે બુકિંગની રકમ ચૂકવવી પડશે.

મહત્તમ રૂ .50 કેશબેક સાથે @ 10% પુરસ્કારો વ્યવહાર પછી તરત જ ઉપલબ્ધ થશે. કેશબેકની રકમ તમારા પોકેટ વોલેટમાં ખોલતાની સાથે જ જમા થઈ જાય છે. આ કેશબેક બેંક ખાતામાં પણ ટ્રાન્સફર કરી શકાય છે.


એક મહિનામાં ત્રણ બિલ માન્ય :

જો તમે પોકેટ એપ દ્વારા 200 અથવા વધુ ગેસ બુકિંગ સાથે કોઈપણ પ્રકારનું બિલ ચૂકવશો તો તમને 10% કેશબેક મળશે. ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ કોઈ પ્રોમો કોડ દાખલ કરવાની જરૂર નથી. આ ઓફર સાથે તમે વધુમાં વધુ 50 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. આ ઓફર પોકેટ એપ દ્વારા મહિનામાં માત્ર 3 બિલ ચુકવણી માટે માન્ય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top