તમિલનાડુમાં પોંગલના દિવસે જલ્લીકટ્ટુ દરમિયાન 18 વર્ષના યુવકનું મોત, 80 ઘાયલ

તમિલનાડુમાં પોંગલના દિવસે જલ્લીકટ્ટુ દરમિયાન 18 વર્ષના યુવકનું મોત, 80 ઘાયલ

01/15/2022 National

SidhiKhabar

SidhiKhabar

તમિલનાડુમાં પોંગલના દિવસે જલ્લીકટ્ટુ દરમિયાન 18 વર્ષના યુવકનું મોત, 80 ઘાયલ

નેશનલ ડેસ્ક: જલ્લીકટ્ટુ સામાન્ય રીતે ભારતના તમિલનાડુ રાજ્યમાં મટ્ટુ પોંગલના દિવસે પોંગલ ઉજવણીના ભાગ રૂપે રમવામાં આવે છે, આ રમત દર વર્ષે જાન્યુઆરીમાં રમવામાં આવે છે. જલ્લીકટ્ટુ મટ્ટુ પોંગલના ભાગરૂપે રમાય છે, જે ચાર દિવસ સુધી ચાલતા લણણી ઉત્સવના ત્રીજા દિવસે હોય છે. તમિલ શબ્દ 'મટ્ટુ' નો અર્થ બળદ છે, અને પોંગલનો ત્રીજો દિવસ પશુઓને સમર્પિત છે, જે ખેતી કરવામાં કામ આવતા હોય છે.

આ રમત ખૂબ જોખમી હોય છે. જેમાં ભાગ લેનારને ઇજા થવાની સંભાવનાઓ મહત્તમ માત્રામાં હોય છે. જેમાં મનુષ્ય અને પ્રાણી બંને માટે જોખમ હોય છે.


જલ્લીકટ્ટુ સ્પર્ધા દરમિયાન એકનું મોત, 80 ઘાયલ

તમિલનાડુમાં શુક્રવારે 14 જાન્યુઆરીના રોજ જલ્લાકટ્ટુની ઉજવણી કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, તમિલનાડુના મદુરાઈના અવનિયાપુરમ વિસ્તારમાં જલ્લીકટ્ટુ સ્પર્ધા દરમિયાન ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા છે જ્યારે એક યુવકે જીવ ગુમાવ્યો છે.

જલ્લીકટ્ટુ ઉત્સવ દરમિયાન 18 વર્ષીય યુવકનું મોત થયું હતું. મદુરાઈમાં જલ્લીકટ્ટુ સ્પર્ધા દરમિયાન ગુસ્સે ભરાયેલા આખલાએ 18 વર્ષના દર્શકને શિંગડા વડે મારી નાંખ્યો હતો. પોંગલ દરમિયાન આ લોકપ્રિય રમતમાં સ્પર્ધકો અને બળદના માલિકો સહિત લગભગ 80 લોકો ઘાયલ થયા હતા.


એક સ્પર્ધકને મળી કાર, બીજાને મળી જિંદગીથી હાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્પર્ધા દરમિયાન 38 બુલ ટેમર અને 18 દર્શકો પણ ઘાયલ થયા હતા. 80 ઘાયલોમાં 24 બળદ માલિકો પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર આખલાએ યુવક બાલામુરુગનની છાતી પર તેના શિંગડા વડે માર્યો હતો. જે બાદ ખરાબ રીતે ઘાયલ બાલામુરુગનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

આ એક દિવસીય પરંપરાગત રમત સ્પર્ધા લગભગ સાંજે 5:10 કલાકે સમાપ્ત થઈ હતી. 24 બળદોને કાબૂમાં રાખીને અવનીપુરમનો કાર્તિક પ્રથમ નંબરે રહ્યો. આ સિઝનમાં સ્પર્ધામાં વિજેતા બનેલા કાર્તિકે ટ્રોફી સાથે કાર પણ જીતી લીધી. ગયા વર્ષે જલ્લીકટ્ટુ સ્પર્ધા દરમિયાન કાર્તિકે 16 બળદોને કાબૂમાં રાખ્યા હતા. મુરુગન નામના યુવકે 19 બળદોને કાબૂમાં કરીને બીજું ઇનામ જીત્યું હતું. જ્યારે ભરત કુમારે 11 બળદોને હંફાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.


બળદને પણ ઇનામ આપવામાં આવે છે

બળદને પણ ઇનામ આપવામાં આવે છે

જલ્લીકટ્ટુ રમત દરમિયાન બળદને પણ ઈનામ આપવામાં આવ્યું હતું. મણપ્પરાઈના દેવસગયમના શ્રેષ્ઠ બળદનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ બળદને કોઈ કાબૂમાં રાખી શક્યું નહીં. મદુરાઈમાં જલ્લીકટ્ટુ સ્પર્ધામાં લગભગ 641 બળદોએ ભાગ લીધો હતો.


કેવી રીતે રમાય છે આ રમત

જલ્લીકટ્ટુની રમત દરમિયાન પૈસાની થેલીઓ અથવા રૂમાલ બળદના શિંગડામાં બાંધવામાં આવે છે અને ત્યારબાદ બળદને ભીડમાં છોડી દેવામાં આવે છે અને સ્પર્ધામાં સામેલ લોકોએ તેને કાબૂમાં લેવાનો હોય છે. તમિલનાડુમાં પોંગલના તહેવાર દરમિયાન રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં જલ્લીકટ્ટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ રમત હજારો વર્ષ જૂની હોવાનું કહેવાય છે.

દર વર્ષે થતી મૃત્યુની ઘટનાઓ અને તેમાં ફરજ પાડવામાં આવેલા પ્રાણીઓ અને મનુષ્યો બંને માટે પ્રાણી અધિકાર સંગઠનોએ રમત પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. પરિણામે છેલ્લા વર્ષોમાં અદાલતે તેના પર ઘણી વખત પ્રતિબંધ મૂક્યો છે. જોકે, પ્રતિબંધ મૂકવામાં આવતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેથી રમત ચાલુ રાખવા માટે 2017માં નવો વટહુકમ બનાવવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top