National : આ રાજ્યમાં મોરબી જેવી દુર્ઘટના; ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો તૂટી પડતાં આટલા લોકો ઘાયલ

National : આ રાજ્યમાં મોરબી જેવી દુર્ઘટના; ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો તૂટી પડતાં આટલા લોકો ઘાયલ

11/27/2022 National

SidhiKhabar

SidhiKhabar

National : આ રાજ્યમાં મોરબી જેવી દુર્ઘટના; ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો તૂટી પડતાં આટલા લોકો ઘાયલ

નેશનલ ડેસ્ક : મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મોટો અકસ્માત થયો છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી છતા તેની પર ચાલી રહેલા ઘણા મુસાફરો નીચે પડી ગયા હતા. પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી એટલે કે લોકો 60 ફૂટની ઉંચાઈથી ટ્રેક પર પડી ગયા છે. આ ઘટના બાદ રેલવે સ્ટેશને હો હા મચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


પ્લેટફોર્મ પર મુસાફરીની દોડાદોડી વચ્ચે પુલનો હિસ્સો થયો ધરાશાયી

પૂલ પરથી નીચે પડતાં 20 મુસાફરો ઘાયલ થયા હતા જેમાંથી 8ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે કાજીપેટ પુણે એક્સપ્રેસમાં બેસવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો.


આંધ્રપ્રદેશમાં ટ્રેનમાં લાગી આગ

આંધ્રપ્રદેશમાં ટ્રેનમાં લાગી આગ

ચંદ્રપુર રેલવે ઓવર બ્રિજ દુર્ઘટના પહેલા રવિવારે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના કુપ્પમમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. એક ટ્રેનમાં અચાનક આગ લાગવાના કારણે ભાગદોડ મચી ગઈ હતી. બેંગલુરુથી કુપ્પમ થઈને હાવડા એક્સપ્રેસના એસ 9 એસી કોચમાં આગ લાગી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top