'અમારે ત્યાં બાળક જન્મે છે તો..', બિલ ગેટ્સ અને PM મોદીની વાતચીતનો વીડિયો આવ્યો સામે

'અમારે ત્યાં બાળક જન્મે છે તો..', બિલ ગેટ્સ અને PM મોદીની વાતચીતનો વીડિયો આવ્યો સામે

03/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'અમારે ત્યાં બાળક જન્મે છે તો..', બિલ ગેટ્સ અને PM મોદીની વાતચીતનો વીડિયો આવ્યો સામે

ભારતીય ન માત્ર ટેક્નોલોજી અપનાવી રહ્યા છે, પરંતુ આગળ પણ વધી રહ્યા છે. અમારે ત્યાં જ્યારે બાળક જન્મે છે તો આઈ (મા) પણ બોલે છે અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ) પણ બોલે છે. આ વાતો વડાપ્રધાન મોદીએ અબજપતિ રોકાણકાર અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર તેમની સાથે વાતચીત દરમિયાન કહી છે. આ ઇન્ટરવ્યૂને બ્રૉડકાસ્ટ કરવામાં આવ્યું. તેની થીમ ફ્રોમ AI ટૂ ડિજિટલ પેમેન્ટ્સ' છે. આ વતચીતનું એક ટીઝર 28 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. બિલ ગેટ્સે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીને કહ્યું કે, ભારત જે વિષયો સામે લાવે છે તેમાં એક એ છે કે ટેક્નોલોજી બધા માટે હોવી જોઈએ. ન્યૂઝ એજન્સી ANIએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેનું ટીઝર જાહેર કર્યું હતું, જેમાં વડાપ્રધાન મોડી બિલ ગેટ્સ સાથે AI, ડિજિટલ રિવોલ્યૂશન, હેલ્થકેરમ એગ્રીકલ્ચર, નારી શક્તિ, ક્લાઇમેટ ચેન્જ અને ગવર્નેન્સ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે.


PM મોદીએ બિલ ગેટ્સને દેખાડી પોતાની જેકેટ:

PM મોદીએ બિલ ગેટ્સને દેખાડી પોતાની જેકેટ:

ક્લાઇમેટ ચેન્જના સવાલ પર વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સને પોતાની જેકેટ દેખાડી અને જણાવ્યું કે આ રિસાઈકલ મટિરિયલથી બની છે. તેમણે કહ્યું કે, અમે પ્રગતિના પેરામીટર ક્લાઇમેટ ફ્રેન્ડલી બનાવ્યા હતા, આજે અમારી પ્રગતિના બધા પેરામીટર એન્ટિ ક્લાઇમેટ ફ્રેન્ડલી છે. કોરોનાકાળ દરમિયાન વેક્સીન બનાવવા અને તેને આખા દેશ દુનિયામાં પહોંચાડવાના સવાલ પર કહ્યું કે, તમે લોકોને શિક્ષિત કરો અને તેમને સાથે લઈને ચાલો. આ વાયરસ વર્સિસ ગવર્મેન્ટ નથી. એ લાઈફ વર્સિસ વાયરસ છે.


સાઇકલ ચલાવતા આવડતી નહોતી આજે પાયલટ બની ગયા ડ્રોન ચલાવી રહ્યા છે

સાઇકલ ચલાવતા આવડતી નહોતી આજે પાયલટ બની ગયા ડ્રોન ચલાવી રહ્યા છે

ઇન્ટરવ્યૂ દરમિયાન બિલ ગેટ્સ કહે છે ટેક્નોલોજી એટરમાં ભારતની થીમ એ છે કે ટેક્નોલોજી બધા માટે હોવી જોઈએ. તેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગામની મહિલાઓનો અર્થ ભેંસ ચારવશે, ગાય ચરાવશે, દૂધ દોહશે.. નહીં. હું તેમને સાથે ટેક્નોલોજી આપવા માગું છું. હું હાલના દિવસોમાં ડ્રોન દીદી સાથે વાત કરું છું. તેમને એટલી ખુશી થાય છે, તેઓ કહે છે કે અમને સાઇકલ ચલાવતા આવડતી નહોતી આજે અમે પાયલટ બની ગયા, ડ્રોન ચલાવી રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top