તમે સ્ટોક માર્કેટ સહિત આ ત્રણ રીતે વર્ષ 2022માં સારી કમાણી કરી શકો છો, જાણો ક્યાં રોકાણ કરવું

તમે સ્ટોક માર્કેટ સહિત આ ત્રણ રીતે વર્ષ 2022માં સારી કમાણી કરી શકો છો, જાણો ક્યાં રોકાણ કરવું

01/18/2022 Business

SidhiKhabar

SidhiKhabar

તમે સ્ટોક માર્કેટ સહિત આ ત્રણ રીતે વર્ષ 2022માં સારી કમાણી કરી શકો છો, જાણો ક્યાં રોકાણ કરવું

બિઝનેસ ડેસ્ક: આર્થિક દ્રષ્ટિએ 2021 મિશ્ર વર્ષ સાબિત થયું હતું. એક તરફ જ્યાં વ્યવસાયોની ગાડી પાટે ચડવા માટે મથી રહી હતી ત્યાં નાણાકીય બજારો અને ક્રિપ્ટો કરન્સી માટે આ વર્ષ સારું રહ્યું છે. ઉપરાંત, રિટેલ ઇક્વિટી રોકાણકારોની સંખ્યામાં પણ રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો.

ગયા વર્ષે ભારતીય બજારના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. Paytm, Zomato, Nykaa અને Policybazaar જેવી 63 કંપનીઓએ રૂ. 1.2 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ એક વર્ષમાં IPO દરમિયાન એકત્ર કરાયેલી સૌથી વધુ રકમ છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ સારી કમાણી થઇ. પરંતુ શું માત્ર શેરબજારથી જ પૈસા કમાઈ શકાય છે? સ્ટોક માર્કેટ સહિત 3 શ્રેષ્ઠ વિકલ્પો છે, જેમાંથી તમે 2022માં પૈસા કમાઈ શકો છો.


શેર બજાર

જો તમે લાંબા ગાળે રોકાણ કરો તો સારી ગુણવત્તાવાળા બ્લુ-ચિપ અથવા મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ મજબૂત વળતર આપી શકે છે. આ સમયગાળો ઓછામાં ઓછો 3-5 વર્ષનો હોવો જોઈએ. ભારતીય અર્થતંત્ર મહામારીમાંથી રિકવર થઇ રહ્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં ઘણા સુધારા થઇ રહ્યા છે. આગામી થોડા વર્ષોમાં સારી ગુણવત્તાવાળી કંપનીઓના શેરના ભાવ ઊંચા સ્તરે જઈ શકે છે.


રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)

રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)

આ એક કેન્દ્ર સરકારની યોજના છે જેનો હેતુ તમને નિવૃત્તિ પછી સ્થિર આવક પ્રદાન કરવાનો છે. તે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત થાય છે, જે ભારતમાં પેન્શન ફંડનું નિયમન કરતી સંસ્થા છે. NPS એ હાઇબ્રિડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જે ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરે છે.

NPSમાં રોકાણ કરવાથી તમે જીવિત રહેશો ત્યાં સુધી તમને એક નિશ્ચિત માસિક પેન્શન મળશે અને નિવૃત્તિ સમયે અમુક રકમ પણ મળશે. તમે NPSમાંથી પાકતી મુદતની રકમના 60 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો અને બાકીની રકમ જીવન વીમા કંપની પાસેથી વાર્ષિકી ખરીદવી પડશે.


વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)

વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)

SCSSમાં 1,000 રૂપિયાના ગુણાંકમાં વધુમાં વધુ રૂ. 15 લાખનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં વ્યાજ દર ક્વાર્ટરમાં જમા થાય છે જેથી તે નિયમિત આવકની જરૂરિયાત પૂરી કરી શકે છે. SCSS ખાતું પાંચ વર્ષમાં પરિપક્વ થાય છે, ત્યાર બાદ તેને ફરી એકવાર ત્રણ વર્ષના બ્લોક માટે વધારી શકાય છે. નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો કરવા છતાં, SCSS દ્વારા વર્તમાન ત્રિમાસિક ગાળા માટે 7.4%ના દરની ઓફર કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top