મુંબઈ : બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તરમાં ફ્લાયઓવર ભાંગી પડ્યો! ૧૩ મજૂરો ઘાયલ બીજા નીચે દટાયા

મુંબઈ : બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તરમાં ફ્લાયઓવર ભાંગી પડ્યો! ૧૩ મજૂરો ઘાયલ બીજા નીચે દટાયાની આશંકા!

09/17/2021 National

SidhiKhabar

SidhiKhabar

મુંબઈ : બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તરમાં ફ્લાયઓવર ભાંગી પડ્યો! ૧૩ મજૂરો ઘાયલ બીજા નીચે દટાયા

મહારાષ્ટ્રની(maharastra)રાજધાની ગણાતું શહેર મુંબઈમાં(mumbai) તારીખ ૧૭ સપ્ટેમ્બર શુક્રવારના રોજ વહેલી સવારે બાંદ્રા-કુર્લા(bandra) કોમ્પલેક્સ વિસ્તરમાં એક બાંધકામ દરમિયાન દુર્ઘટના સર્જાયી છે. જેમાં કેટલાય મજૂર વર્ગ ઘાયલ થયા છે. શુક્રવારના વહેલી સવારે બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ત્યાં ઘણા દિવસોથી એક ફ્લાયઓવર બ્રીજનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ હેઠળ અચાનક ફ્લાયઓવર (Flyover Collapses) તૂટી પડ્યો  હતો. મુંબઈ ખાતે બનેલી આ દુર્ઘટનામાં ૧૩ મજૂર ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક સારવાર મળે તે માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજા ઘણા લોકો ફ્લાયઓવર નીચે દટાય ગયા છે તેવી આશંકા કરવામાં આવી છે.


બાંધકામ દરમિયાન તૂટી પડ્યો ફ્લાયઓવર :

મળેલી માહિતી અનુસાર, બનેલી દુર્ઘટના શુક્રવાર સવારે ૪:૪૦ ના સમયગાળા દરમિયાન સર્જાઈ હતી. સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પર પૂર્વ-પશ્ચિમ લિંક પર ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે,આ ઘટના મુંબઈના પોશ વિસ્તારના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પાસે ચાલી રહેલ એક બાંધકામ દરમિયાન ફ્લાયઓવરનો એક ભાગ ધરાશાહી થયો હતો. અહેવાલ મુજબ,૨૧ થી ૪૯ વર્ષની વયજૂથના કામદારો કામ કરી રહ્યા હતા. મુંબઈ પોલીસને દુર્ઘટનાની જાણ થતા જ ફાયર  બ્રિગેડની સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  ત્યાં કામ કરતા લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.


ડીસીપીએ ઘટના અંગે માહિતી આપી :

ડીસીપી મંજુનાથ  સિંગેએ  ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું કે, "બી.કે.સી મેઈન અને સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડને જોડતા અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવરનો એક ભાગ વહેલી સવારે ૪:૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો.  જેમાં ૧૩લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, અને તેમને સારવાર માટે વિલે પાર્લે સ્થિત 'વી એન દેસાઈ' હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તમામ કામદારોની  સ્થિતિ સ્થિર છે. મહત્વની વાત એ છે કે, કોઈ પણ જાનહાનિ થઇ નથી જે થોડા રાહતના સમાચાર છે તેવું કહી શકાય. આ ઉપરાંત લગાડવામાં આવેલ અનુમાન અનુસાર જો કોઈ ફ્લાયઓવર નીચે દટાયું છે તો તેને બચાવવા માટે પણ કામગીરી હાથ ધરાઈ છે.


મુંબઈના માનખુર્દમાં લાગી આગ :

મુંબઈના માનખુર્દમાં લાગી આગ :

એક દુર્ઘટના પૂરી થઇ નથી ત્યાં બીજી તરતજ હાજીર થઇ જાય છે ત્યારે બીજી બાજુ મુંબઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ઘટના સ્થળે ૬ ફાયર ટેન્કર હાજર છે અને ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઇ હોઈ તેવા સમાચાર મળ્યા નથી


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top