કેજરીવાલના કેસ પર બોલનાર અમેરિકાની સામે ભારતે કરી કાર્યવાહી' વિદેશ મંત્રાલય દોડ્યાં અમેરિકાના મ

કેજરીવાલના કેસ પર બોલનાર અમેરિકાની સામે ભારતે કરી કાર્યવાહી' વિદેશ મંત્રાલય દોડ્યાં અમેરિકાના મોટા અધિકારી..! 40 મિનિટ સુધી...

03/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેજરીવાલના કેસ પર બોલનાર અમેરિકાની સામે ભારતે કરી કાર્યવાહી' વિદેશ મંત્રાલય દોડ્યાં અમેરિકાના મ

ARVIND KEJRIWAL ARREST : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાએ કરેલી ટિપ્પણી સામે ભારતે કડક કાર્યવાહી કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના કાર્યકારી મિશનના ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બર્બેનાને બુધવારે ભારત બોલાવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને અમેરિકન રાજદ્વારીઓ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી.


ભારતીય ન્યાયતંત્ર પર આક્ષેપો કરવા એ અન્યાયી

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવાયું કે "અમે ભારતમાં કેટલીક કાનૂની કાર્યવાહી અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે સખત વાંધો લઈએ છીએ. કૂટનીતિમાં કોઈ પણ દેશ પાસેથી અન્ય દેશોની સંપ્રભુતા અને આંતરિક બાબતોનું સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. જો તે સહયોગી લોકશાહીઓનો કેસ હોય, તો આ જવાબદારી વધુ વધે છે. જો આવું ન બને તો ખોટાં ઉદાહરણો રજૂ કરવામાં આવે છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે, જે ઉદ્દેશ્યપૂર્ણ અને સમયસર નિર્ણયો લેવા પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયતંત્ર પર આક્ષેપો કરવા એ અન્યાયી છે.


કેજરીવાલના કેસ પર જર્મનીએ અને અમેરિકાએ શું કહ્યું હતું?

કેજરીવાલના કેસ પર જર્મનીએ અને અમેરિકાએ શું કહ્યું હતું?

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકન રાજદ્વારીને સમન્સ પાઠવવાની ઘટના અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે "અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહ્યા છીએ" તેના એક દિવસ પછી આવી છે. અમેરિકાએ એમ પણ કહ્યું હતું કે કેજરીવાલ કેસમાં અમે નિષ્પક્ષ, પારદર્શી અને સમયબદ્ધ કાનૂની પ્રક્રિયાની અપેક્ષા રાખીએ છીએ.

અમેરિકાની ઉપરાંત જર્મનીએ પણ કેજરીવાલની ધરપકડ સામે ટીપ્પણી કરી હતી.  કેજરીવાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા જર્મન વિદેશ મંત્રાલયે કહ્યું કે, "અમે તેની નોંધ લીધી છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે. અમે આશા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોને લગતા તમામ ધોરણો આ કિસ્સામાં પણ લાગુ કરવામાં આવશે. કેજરીવાલને ન્યાયી સુનાવણીનો સંપૂર્ણ અધિકાર છે.


કેજરીવાલ 21મીથી ઈડીની કસ્ટડીમાં

કેજરીવાલ 21મીથી ઈડીની કસ્ટડીમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી દારૂ કૌભાંડમાં તેની ભૂમિકાની તપાસ માટે રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યો હતો. તેમની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top