યેદિયુરપ્પાના રાજીનામાથી એક સમર્થકને એટલું દુઃખ થયું કે જીવન જ ટૂંકાવી લીધું!

યેદિયુરપ્પાના રાજીનામાથી એક સમર્થકને એટલું દુઃખ થયું કે જીવન જ ટૂંકાવી લીધું!

07/27/2021 National

SidhiKhabar

SidhiKhabar

યેદિયુરપ્પાના રાજીનામાથી એક સમર્થકને એટલું દુઃખ થયું કે જીવન જ ટૂંકાવી લીધું!

બેંગ્લોર: કર્ણાટકના (Karnataka) મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ (BS Yediyurappa) ગઈકાલે પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ગઈકાલે સરકારની બીજી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે રાજીનામુ (Resignation) આપવાની ઘોષણા કરી હતી. તેમના રાજીનામા બાદ તેમના અનેક ચાહકોમાં નારાજગી છે. પરંતુ એક તેમાંના એક ચાહકને યેદિયુરપ્પાના રાજીનામાથી એટલું દુઃખ થયું કે તેણે જીવન જ ટૂંકાવી લીધું હતું!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકમાં બી.એસ. યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ એક યુવકે દુઃખી થઈને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. આત્મહત્યા કરનાર યુવકનું નામ રવિ છે, જેની ઉંમર 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યેદિયુરપ્પાનું રાજીનામું માત્ર એક આપઘાત પાછળનું ખરેખર કારણ છે કે પછી બીજું કોઈ કારણ પણ છે. આ મામલે પોલીસ પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી રહી છે. તો બીજી તરફ બીએસ યેદીયુરપ્પાએ ટ્વીટ કર્યું, ‘મારા રાજીનામાના કારણે રવિએ આત્મહત્યા કરવી મારા માટે ખૂબ જ દુ:ખદાયક છે. રાજકારણમાં ઉતાર-ચઢાવ આવે છે.  આ કોઈ પણ કિંમતે સ્વીકાર્ય નથી કે કોઈએ પોતાનું જીવન સમાપ્ત કરવું પડે. કુટુંબ હાલ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેનો અંદાજ લગાવી શકાતો નથી.'


આ યુવક કર્ણાટકના ચમારજનગર જિલ્લાનો રહેવાસી છે. આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યેદિયુરપ્પાનું રાજીનામું માત્ર એક આપઘાત પાછળનું ખરેખર કારણ છે કે પછી બીજું કોઈ કારણ પણ છે. આ મામલે પોલીસ પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી રહી છે. બીએસ યેદીયુરપ્પાએ ટ્વીટ કર્યું, 'મારા રાજીનામાના કારણે રવિએ આત્મહત્યા કરી છે તે જાણવું મારા માટે ખૂબ જ દુ:ખદાયક છે. રાજકારણમાં ઉતાર-ચઢાવ આવે છે.  આ કોઈ પણ કિંમતે સ્વીકાર્ય નથી કે કોઈએ પોતાનું જીવન સમાપ્ત કરવું પડે. કુટુંબ હાલ જે પરિસ્થિતીમાથી પસાર થઈ રહ્યું છે તેનો અંદાજ લગાવી શકાતો નથી.’

ઉલ્લેખનીય છે કે સોમવારે બીએસ યેદિયુરપ્પાએ લાંબા સમયથી ચાલતી અનિશ્ચિતતા બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. યેદીયુરપ્પા રાજીનામું આપતી વખતે ભાવુક બની ગયાં હતાં. હાલ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે 78 વર્ષીય યેદિયુરપ્પાને વય અને આરોગ્યના કારણોને લીધે રાજીનામું આપવું પડ્યું. ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉપર રાજીનામું આપવા દબાણ કર્યું હોવાનું ચર્ચાય રહ્યું છે પરંતુ યેદિયુરપ્પાએ પોતે આ વાતને રદિયો આપતા કહ્યું હતું કે તેઓ કોઈના દબાણથી રાજીનામુ આપી રહ્યા નથી. તેમજ તેમણે પાર્ટીનો અને શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top