દહીંમાં આ એક વસ્તુંને ભેળવીને કરો સેવન, ફાયદા થઇ જશે ડબલ; બીમારીઓ રહેશે દૂર

દહીંમાં આ એક વસ્તુંને ભેળવીને કરો સેવન, ફાયદા થઇ જશે ડબલ; બીમારીઓ રહેશે દૂર

05/11/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દહીંમાં આ એક વસ્તુંને ભેળવીને કરો સેવન, ફાયદા થઇ જશે ડબલ; બીમારીઓ રહેશે દૂર

આજે અમે તમારા માટે લાવ્યા છે દહીં-જીરાના (Yogurt-cumin) ફાયદા. ઉનાળાની ઋતુમાં દહીં ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેમાં શીતળ અસર હોય છે, જે પેટને ઠંડુ રાખવાનું કામ કરે છે. કેટલાક લોકો તેને લસ્સી (Lassi) બનાવીને ખાય છે અને કેટલાકને રાયતા ખાવાનું પસંદ છે, પરંતુ, જો તમે તેને શેકેલા જીરા સાથે ખાઓ છો, તો તમને સ્વાસ્થ્ય માટે જબરદસ્ત ફાયદા મળી શકે છે.


હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે જીરાને દહીંમાં ભેળવવામાં આવે છે તો તે ઘણી બીમારીઓને દૂર કરવાનું પણ કામ કરે છે. પાચન શક્તિ સુધારે છે, ભૂખ વધારે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બને છે.


દહીં અને જીરાના પોષક તત્વો :

દહીંમાં કેલ્શિયમ, વિટામિન બી-12, વિટામિન બી-2, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. બીજી તરફ, જીરામાં વિટામિન-સી, વિટામિન-કે, વિટામિન-બી 1, 2, 3, વિટામિન-ઇ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, જસત, કોપર, આયર્ન, કાર્બોહાઇડ્રેટ જેવા તમામ તત્વો મળી આવે છે. તેનું સેવન આરોગ્યપ્રદ છે.


દહીં અને જીરું એકસાથે ખાવાથી ફાયદો થાય :

  • દહીં અને શેકેલઉં જીરું પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પેટમાં દુખાવો, અપચો અથવા ભૂખ ન લાગવાની સમસ્યામાં રાહત આપે છે. તેના સેવનથી પેટ ઠંડુ થાય છે અને ભૂખ વધે છે. પેટમાં ગેસ નથી બનતો અને પાચનક્રિયા સારી રહે છે.
  • દહીં અને શેકેલું જીરું ખાવાથી ખોરાકના પાચનમાં મદદ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જે લોકોને અપચો અને કબજિયાતની ફરિયાદ હોય તેઓ શેકેલું જીરું દહીંમાં ભેળવીને ખાવાથી આરામ મળશે.
  • દહીં અને જીરામાં મેગ્નેશિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશરમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
  • દહીં અને શેકેલા જીરામાં એન્ટિ-ડાયાબિટીક ગુણ હોય છે, જે ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે.
  • દહીં અને જીરું બંનેમાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી આંખોની રોશની વધે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top