પહેલી સપ્ટેમ્બરથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે, જેની અસર તમારા ગજવા ઉપર પડશે!

પહેલી સપ્ટેમ્બરથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે, જેની અસર તમારા ગજવા ઉપર પડશે!

09/01/2021 National

SidhiKhabar

SidhiKhabar

પહેલી સપ્ટેમ્બરથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે, જેની અસર તમારા ગજવા ઉપર પડશે!

આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઇ રહી છે, ત્યારે એ જાણવું જરૂરી છે કે પહેલી સપ્ટેમ્બરથી દેશમાં કયા મોટા બદલાવ આવી રહ્યા! કારણકે આ તમામ બદલાવની અસર અંતે તો તમારા ગજવા ઉપર પડવાની છે. EPF, વિહિકલ ઇન્શ્યોરન્સ, જીએસટીથી માંડીને ઇન્ટ્રા ડે સાથે જોડાયેલા આ બદલાવને સમજી લેવા જરૂરી છે. ચેક ક્લીયરિંગ, સેવિંગ એકાઉન્ટ વગેરેને લગતા નિયમો પણ પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યા છે. આ તમામ બદલાયેલા નિયમો વિષે એક-એક કરીને જાણો.

પ્રોવિડંડ ફંડ (PF) એકાઉન્ટ જો આધાર સાથે લિંક નહિ કર્યું હોય તો...

જો પહેલી સપ્ટેમ્બર સુધીમાં તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જો આધારકાર્ડ સાથે લિંક નહિ કરાવ્યો હોય, તો એમ્પ્લોયર તમારા પ્રોવિડંડ ફંડ (PF) ની જે રકમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો, તે નહિ થઇ શકે! કર્મચારી ભવિષ્યનિધિ સંગઠ EPFO દ્વારા ઈપીએફ ખાતાધારકોને (EPF Account Holders) પહેલી સપ્ટેમ્બર ૨૦૨૧ પહેલા પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર આધારકાર્ડ સાથે લિંક કરાવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી.

 

પોઝિટીવ પે સિસ્ટમને કારણે ચેક ક્લીયરિંગમાં બદલાવ

જો તમે ચેક દ્વારા નાણાકીય વ્યવહારો કર્તા હોવ, તો આ બદલાવને સમજવો જરૂરી છે. પહેલી સપ્ટેમ્બરથી બેન્ક્સ દ્વારા પોઝિટીવ પે સિસ્ટમ લાગુ કરવાની શરૂઆત થશે. જો ૫૦,૦૦૦થી વધુની રકમના નાણાકીય વ્યવહારો ચેક દ્વારા કરશો, તો તમારી મુશ્કેલી વધી શકે છે. તમારે બેન્કને આ માટે અગાઉથી જાણ કરવી પડશે. મોટા ભાગની બેન્ક્સ આજથી જ આ બદલાવ અમલમાં મૂકવા જઈ રહી છે. એક્સિસ બેંક આવતા મહિનેથી પોઝિટીવ પે સિસ્ટમ લાગુ કરશે.

 

GSTR-1 ફાઈલિંગના નવા નિયમ

જે વેપારીઓએ GSTR-3B રિટર્ન ફાઈલ નથી કર્યું, એ લોકો બહાર મોકલવામાં આવતી આપૂર્તિનું વિવરણ GSTR-1માં નહિ ભરી શકે. GSTNનું કહેવું છે કે કેન્દ્રિય જીએસટી નિયમો અંતર્ગત નિયમ 59 (6) પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે. આ નિયમ GSTR-1 દાખલ કરવામાં પ્રતિબંધનું પ્રાવધાન કરે છે. ત્રિમાસિક રિટર્ન ભરનારા જે લોકોએ પાછલી અવધિનું રિટર્ન પણ નથી ભર્યું, એ લોકો પણ GSTR-1 નહિ ભરી શકે.

 

વાહનની ખરીદી પર બમ્પર-ટુ-બમ્પર વીમો ફરજીયાત

મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય મુજબ પહેલી સપ્ટેમ્બર પછી ખરીદાનારા વાહનો માટે બમ્પર-ટુ-બમ્પર વીમો લેવો ફરજીયાત ગણાશે. બમ્પર-ટુ-બમ્પર વીમામાં કારના એ હિસ્સાઓને પણ આવરી લેવામાં આવશે, જેને વીમા કંપનીઓ સામાન્ય રીતે રક્ષણ આપતી નથી. ડ્રાઈવર, પેસેન્જર અને વાહન માલિકને આવરી લેતા ઇન્શ્યોરન્સ કરતા આ ઇન્શ્યોરન્સ અલગ છે. આ નવા ઇન્શ્યોરન્સને પગલે હવેથી નવી ગાડીની ખરીદી મોંઘી બનશે.

LPGના ભાવમાં વધારો

મોંઘવારીની માર મધ્યમવર્ગને પીડા આપી રહી છે ત્યારે LPGના ભાવમાં વધુ એક વાર વધારો નોંધાયો છે. 14.2 કિલોગ્રામના નોન-સબસીડાઈઝ્ડ ગેસ સિલીન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો નોંધાયો છે. 19 કિલોગ્રામના કોમર્શીયલ સિલીન્ડરના ભાવમાં પણ ૭૫ રૂપિયાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : https://sidhikhabar.com/news/gas-cylinder-price-has-been-increased-from-today

શેર બજારમાં માર્જિન અંગેના નવા નિયમો

શેર બજારમાં ટ્રેડિંગની પદ્ધતિમાં પણ બદલાવ આવ્યો છે. હવેથી કેશ FNOમાં  પૂરું માર્જિન ચુકવવું પડશે. આજથી ૧૦૦% અપફ્રન્ટ માર્જિન આપવું પડશે. એટલું જ નહિ, ઇન્ટ્રા ડેમાં પણ પૂરું માર્જિન આપવું પડશે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top