આ રાજ્યમાં ઓમિક્રોનના ઢગલેબંધ કેસ આવતા ચિંતા વધી, મોટાભાગનાની ટ્રાવેલ હિસ્ટ્રી નથી!

આ રાજ્યમાં ઓમિક્રોનના ઢગલેબંધ કેસ આવતા ચિંતા વધી, મોટાભાગનાની ટ્રાવેલ હિસ્ટ્રી નથી!

12/15/2021 National

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્યમાં ઓમિક્રોનના ઢગલેબંધ કેસ આવતા ચિંતા વધી, મોટાભાગનાની ટ્રાવેલ હિસ્ટ્રી નથી!

મુંબઈ : દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલો કોરોનાનો નવો વેરિયન્ટ આખા વિશ્વમાં ધીમે-ધીમે ફેલાઈ રહ્યો છે. ભારતમાં આ નવા વેરિઅન્ટના મોટાભાગના કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અહીં ઓમિક્રોનના 28 કેસ સામે આવ્યા છે. એક જ રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં નોંધાયેલ આ ઉછાળો નિષ્ણાંતો માટે ચિંતાનો વિષય બન્યો છે.


મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના એકસામટા આઠ નવા કેસ!

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના એકસામટા આઠ નવા કેસ!

મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 8 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 28ને પાર કરી ચુકી છે. નવા કેસોમાં મુંબઈમાં 7 તેમજ પાલઘરમાં એક કેસ નોંધાયો છે. જેમાંથી ત્રણ મહિલાઓ તથા પાંચ પુરૂષો છે. મહત્વની વાત એ છે કે આમાંથી કોઈનો પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસ રહ્યો નથી. જોકે, આમાંથી એક દર્દી નવી દિલ્હી તેમજ બીજો બેંગ્લોર ગયો હતો. 

નવા સંક્રમિતોમાંથી સાત લોકોને સંપૂર્ણ રસી આપી દેવામાં આવી છે. જો વિદેશ પ્રવાસ ન કર્યો હોય એવા વ્યક્તિ પણ ઓમીક્રોનનો શિકાર બન્યા હોય, એનો અર્થ એમ થાય કે આ વેરિયન્ટ હવે સ્થાનિક સ્તરે ફેલાઈ રહ્યો છે! આ બાબત આગળ જતાં મોટી ચિંતાનો વિષય બની શકે છે.

જોકે, રાહતની વાત એ છે કે આમાંથી ત્રણ લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી તેમજ પાંચ દર્દીઓમાં હળવા લક્ષણો દેખાયા છે. બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમજ બાકીના લોકોને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. હાલમાં મહારાષ્ટ્રના ઓમિક્રોન કેસ મુંબઈ તથા પુણે જિલ્લા સહિત કેટલાક વિસ્તારોમાં ફેલાયેલા છે. આ બે શહેરોમાં 12-12 દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે પાલઘર, થાણે, લાતુર તથા નાગપુરમાં એક-એક દર્દી સંક્રમિત જોવા મળ્યો છે.


મહારાષ્ટ્રમાં પહેલી ડિસેમ્બરથી જ ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (મુંબઈ, પુણે અને નાગપુર) પર આવનાર મુસાફરોનું સઘન નિરીક્ષણ ચાલી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું હતું કે, હાઈ રિસ્ક શ્રેણીવાળા દેશોમાંથી કુલ 13,615 લોકો અહીં પહોંચ્યા છે કે, જેમાંથી 30 કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અન્ય દેશોના 8 નાગરિકો પણ રાજ્ય પહોંચ્યા છે. તેઓ ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે આ બધા લોકોને જીનોમ સિક્વન્સિંગ માટે જાણ કરી દેવાઈ છે.


RT-PCR ની કિંમતોમાં ઘટાડો

RT-PCR ની કિંમતોમાં ઘટાડો

બીજી તરફ, ઓમિક્રોનના સતત વધતા જતા કેસની વચ્ચે મુંબઈ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટની કિંમતોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. પહેલા એરપોર્ટ પર RT-PCR માટે 3,900 રૂપિયા ચૂકવવા પડતા હતા, જયારે હવે 1,975 રૂપિયા જ ચૂકવવા પડશે. આ મામલે આજે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડયુ છે. મોટાભાગના શહેરો કરતા મુંબઈ એરપોર્ટ ઉપર RT-PCR ટેસ્ટ માટે વધુ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top