આજથી વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે : જો બાઈડનને મળશે, જાણો શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ

આજથી વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે : જો બાઈડનને મળશે, જાણો શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ

09/22/2021 National

SidhiKhabar

SidhiKhabar

આજથી વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે : જો બાઈડનને મળશે, જાણો શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ

 નવી દિલ્હી: આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાની યાત્રાએ (US Visit) જઈ રહ્યા છે. કોરોનાકાળમાં આ તેમની બીજી વિદેશ યાત્રા હશે. તેમજ જો બાઈડન (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વખત તેમને મળી રહ્યા છે. વડાપ્રધાન આજે સવારે દિલ્હી એરપોર્ટથી અમેરિકા જવા માટે રવાના થશે.


૨૪ સપ્ટેમ્બરે બંને રાષ્ટ્રાધ્યક્ષો મળશે

૨૪ સપ્ટેમ્બરે બંને રાષ્ટ્રાધ્યક્ષો મળશે

૨૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં અમેરિકી ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ પણ સામેલ થશે. બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત થઇ રહી છે. જોકે, આ પહેલા પીએમ મોદી જ્યારે બાઈડનને મળ્યા હતા ત્યારે તેઓ ઓબામા સરકારમાં ઉપ-રાષ્ટ્રપતિ હતા.

આ પહેલા બંને નેતાઓ લગભગ ત્રણેક વખત ઓનલાઈન કાર્યક્રમમાં સાથે સામેલ થયા હતા. પરંતુ બંને નેતાઓ વચ્ચે પ્રત્યક્ષ મુલાકાત થઇ શકી ન હતી. પીએમની આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે બેઠક થશે, જેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થશે.


વિદેશ મંત્રી, સુરક્ષા સલાહકાર સહિતનું પ્રતિનિધિમંડળ પણ સાથે જશે

અમેરિકી યાત્રા દરમિયાન દ્વિપક્ષીય બેઠક ઉપરાંત પીએમ મોદી ક્વાડ મીટીંગમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત પીએમ બિઝનેસ ઇન્ટરેક્શન અને સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીને પણ સંબોધશે. આ યાત્રા દરમિયાન તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જશે. વડાપ્રધાનની આ યાત્રા ૨૬ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.


શું છે પીએમનો કાર્યક્રમ?

શું છે પીએમનો કાર્યક્રમ?

અમેરિકામાં પીએમ મોદીનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેશે. તેઓ અનેક નેતાઓ ઉપરાંત બિઝનેસ મીટમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત બેઠકો અને સમિટમાં ગ્લોબલ પાર્ટનરશિપને આગળ વધારવા, વેપાર, રક્ષા અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા તેમજ આતંકવાદ અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે. પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ આ પ્રમાણે છે:

૨૨ સપ્ટેમ્બર (ભારતીય સમય પ્રમાણે ૨૩ સપ્ટેમ્બર): વોશિંગ્ટન ડીસીમાં રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આયોજિત કોવિડ-19 વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લેશે.

૨૩ સપ્ટેમ્બર: વ્હાઈટ હાઉસમાં ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે બેઠક કરશે.

-દેશમાં રોકાણ ઉપર ભાર આપવા માટે પીએમ અમેરિકાની કેટલીક મોટી કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. જેમાં વિશ્વવિખ્યાત કંપની એપલના સીઈઓ ટીમ કૂક પણ હશે.


-ત્યારબાદ પીએમ ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈવ બિઝનેસ મીટમાં ભાગ લેશે. વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાના પીરમ સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશીહિદે સુગ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો કરશે.

૨૪ સપ્ટેમ્બર: સવારે વડાપ્રધાન દ્વિપક્ષીય બેઠક અને ત્યારબાદ ક્વાડ સમિટમાં ભાગ લેશે.

૨૫ સપ્ટેમ્બર: યુએન જનરલ અસેમ્બ્લીના ૭૬મા સત્રમાં સ્થાનિક સમયાનુસાર સવારે ૯ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે ૬:૩૦ વાગ્યે) પીએમ મોદીનું ભાષણ હશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top