હોમ આઇસોલેશનમાં દર્દીની સંભાળ કેવી રીતે રાખવી? આરોગ્ય મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી

હોમ આઇસોલેશનમાં દર્દીની સંભાળ કેવી રીતે રાખવી? આરોગ્ય મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી

01/05/2022 National

SidhiKhabar

SidhiKhabar

હોમ આઇસોલેશનમાં દર્દીની સંભાળ કેવી રીતે રાખવી? આરોગ્ય મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી

નેશનલ ડેસ્ક : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધતી જાય છે તેમજ કોરોનાની ત્રીજી લહેરની પણ આશંકાઓ વધતી જાય છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હળવા/એસિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે હોમ આઇસોલેશનની સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં મંત્રાલયે કહ્યું છે કે, ઓછામાં ઓછા 7 દિવસ પછી રિપોર્ટ પોઝિટિવ ન આવે અને સતત 3 દિવસ સુધી તાવ ન આવ્યો હોય ત્યાં સુધી દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. ત્યાર પછી જ આઇસોલેશનનો સમય સમાપ્ત થશે. હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થયા પછી ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નહીં રહે.


મંત્રાલયની માર્ગદર્શિકામાં નીચેની બાબતોની ખાસ કાળજી રાખવાનું કહયું

મંત્રાલયની  માર્ગદર્શિકામાં નીચેની બાબતોની ખાસ કાળજી રાખવાનું કહયું

- ચેપગ્રસ્ત વ્યક્તિએ તેની અંગત વસ્તુઓ અન્ય કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. 

- બ્લડ ઓક્સિજન અને તાપમાન નિયમિતપણે તપાસવું જોઈએ. જો તેમાં ઉણપ જણાય તો હોસ્પિટલને જાણ કરવી જોઈએ.

- હોમ આઈસોલેશનના દર્દીઓએ ટ્રિપલ લેયર માસ્ક પહેરવું જોઈએ અને તેને કાપીને 72 કલાક પછી પેપર બેગમાં રાખી અને ફેંકી દેવું જોઈએ.

- હાથ સતત ધોવા જોઈએ

- દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

- પેનિક કરતી માહિતીઓથી ભરમાવું નહીં


દર્દીએ તબીબી અધિકારીના સંપર્કમાં રહેવું

મંત્રાલયે માર્ગદર્શિકામાં કહ્યું છે કે, રાજ્ય આરોગ્ય સત્તામંડળની દેખરેખ હેઠળ હોમ આઇસોલેશનમાં દર્દીની દેખરેખ રાખવા માટે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર જવાબદાર રહેશે. દર્દીએ તબીબી અધિકારીના સંપર્કમાં રહેવું પડશે. ઉપરાંત, જિલ્લા અને ઉપ-જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવા અને તેમના ટેલિફોન નંબરો જાહેરમાં જાહેર કરવા જોઈએ. જેથી હોમ-આઈસોલેશન હેઠળના દર્દીને તબિયત બગડતા ઘરેથી હોસ્પિટલમાં સરળતાથી લઈ જઈ શકાય.


મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો નીચેનામાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે છે, તો દર્દી અથવા તેની સંભાળ લેનાર વ્યક્તિએ તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો પડશે.

1. તાવ (3 દિવસથી વધુ સમય માટે 100 ડિગ્રી ફેરનહીટથી વધુ)
2. શ્વાસ લેવામાં તકલીફ
3. ઓક્સિજન લેવલમાં ઘટાડો (1 કલાકની અંદર ઓછામાં ઓછા 3 રીડિંગ્સમાં 93% રૂમની હવામાં SpO2) અથવા શ્વસન દર 24 પ્રતિ મિનિટ કરતા ઓછો છે
4. છાતીમાં સતત દુખાવો/દબાણ
5. ગંભીર થાક અને હાડકામાં દુખાવો (માયાલ્જીઆ)ના કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરો અથવા હોસ્પિટલમાં જાઓ


ભારતમાં છેલ્લા 24 કલાકમાં 58,097 નવા કોવિડ કેસ નોંધાયા છે

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 58,097 નવા કોવિડ કેસ નોંધાયા છે. આ સમયગાળામાં 15,389 સાજા થયા અને 534 મૃત્યુ નોંધાયા હતા. હાલ સમગ્ર દેશમાં દૈનિક પોઝીટીવિટી રેટ 4.18% છે. નવા કેસ સામે આવ્યા બાદ એક્ટિવ કોરોના કેસની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં 2,14,004 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 3,43,21,803 લોકો સાજા થયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top