ટાટા પર છે 2.90 લાખ કરોડનું દેવું, જાણો અંબાણી અને અદાણી પર કેટલું દેવું છે

ટાટા પર છે 2.90 લાખ કરોડનું દેવું, જાણો અંબાણી અને અદાણી પર કેટલું દેવું છે

06/20/2022 National

SidhiKhabar

SidhiKhabar

ટાટા પર છે 2.90 લાખ કરોડનું દેવું, જાણો અંબાણી અને અદાણી પર કેટલું દેવું છે

નેશનલ ડેસ્ક : દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિઓના વિષે તમે ઘણું સાંભળ્યું હશે. અંબાણી, અદાણી, ટાટા, બિરલા, બજાજ અને મહિન્દ્રા જેવા દેશના અનેક ઉદ્યોગપતિઓ દેશ-વિદેશમાં અબજોનો ધંધો કરતા હોય છે અને અબજોમાં તેમની કમાણી હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશના આવા મોટાભાગના ઉદ્યોગપતિઓ ભારે દેવા હેઠળ દબાયેલા હોય છે. બીઝનેસ ઇન્સાઇડરની એક રિપોર્ટ અનુસાર, માર્ચ,2022ના ત્રિમાસિક આંકડા મુજબ દેશના 7 સૌથી મોટા કારોબારી સમૂહો પર 13 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ દેવું છે.


ટાટા પર સૌથી વધુ દેવું છે.

ટાટા પર સૌથી વધુ દેવું છે.

ટાટા દેશનું સૌથી મોટું વેપારી ગ્રુપ છે. તે ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ, ટાટા કન્ઝયુમર, ટાટા મોટર્સ, ટાટા એલક્ષી, ટાટા કોમ્યુનિકેશન જેવી મોટી કંપનીઓનું સંચાલન કરે છે. હાલના સમયે ટાટા ગ્રુપની દરેક કંપનીઓનું કુલ દેવું 2.9 લાખ કરોડ છે.


બીજા નંબર પર અંબાણી નું નામ છે.

બીજા નંબર પર અંબાણી નું નામ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી - ભારતની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બઝાર મૂલ્યાંકનના હિસાબે દેશની સૌથી મોટી કંપની છે. આ કંપની ટેલિકોમ, રિટેલ અને પેટ્રોકેમિકેલ જેવા ક્ષેત્રોમાં વેપાર કરે છે. હાલના સમયમાં તે કંપની પર કુલ દેવું 2.66 લાખ કરોડ છે.


ત્રીજા નંબર પર આદિત્ય બિરલા ગ્રૂપનું નામ છે.

ત્રીજા નંબર પર આદિત્ય બિરલા ગ્રૂપનું નામ છે.

આદિત્ય બિરલા ગ્રુપ - દેશના સૌથી જુના વેપારીઓમાં તેની ગણના થાય છે. તાજેતરમાં આદિત્ય બિરલા ગ્રુપની કમાન કુમાર મંગલમ બિરલાના હાથમાં છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, એબી ફેશન, એબી કેપિટલ અને હિન્ડાલ્કો જેવી કંપનીઓ આ ગ્રુપમાં આવે છે. આદિત્ય બિરલા ગ્રુપ પર 2.29  લાખ કરોડનું દેવું છે.


અદાણી નું નામ આલિસ્ટ માં ચોથા નંબર પર છે.

અદાણી નું નામ આલિસ્ટ માં ચોથા નંબર પર છે.

અદાણી ગ્રુપ દેશમાં સૌથી ઝડપથી પોતાનો વેપાર ફેલાવવાવાળું ગ્રુપ છે. હાલના સમયમાં તે ગ્રુપની અંદર અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પાવર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગેસ અને અદાણી પોર્ટ છે. અદાણી ગ્રુપની દરેક કંપનીઓ પર 2.18 લાખ કરોડનું દેવું છે.


પાચમાં નંબર પર L&T નું નામ છે.

પાચમાં નંબર પર L&T નું નામ છે.

એલએન્ડટીનું નામ દેશની સૌથી જૂની કંપનીઓમાં ગણાય છે. એલએન્ડટી ગ્રુપમાં એલએન્ડટી, એલટીટીએસ, એલટીઇ અને માઈન્ડટ્રી જેવી કંપનીઓ આવે છે. હાલના સમયમાં આ ગ્રુપની તમામ કંપનીઓ પર કુલ 1.62 લાખ કરોડનું દેવું છે.


મહિન્દ્રા નું નામ આ લિસ્ટમાં 6 નંબર પર છે.

મહિન્દ્રા નું નામ આ લિસ્ટમાં 6 નંબર પર છે.

મહિન્દ્રા ગ્રુપ - આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળવાળું  મહિન્દ્રા ગ્રુપ દેશનું સૌથી વધારે દેવાદાર વેપારી સમૂહોમાં ગણાય છે. મહિન્દ્રા ગ્રુપની અંદર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મોટર્સ, મહિન્દ્રા લાઈફસ્પેસ, મહિન્દ્રા હોલીડે અને મહિન્દ્રા લોજિસ્ટિક જેવી કંપનીઓ આવે છે. મહિન્દ્રા ગ્રુપ પર કુલ 74,667 કરોડ રૂપિયાનું દેવું છે.


સાતમા નંબર પર બજાજ ગ્રૂપનું નામ છે.

સાતમા નંબર પર બજાજ ગ્રૂપનું નામ છે.

બજાજ ગ્રુપ - દેશમાં સૌથી વધારે ચર્ચામાં રહેલા વેપારી સમૂહોનું આ ગ્રુપ છે. આ ગ્રુપની અંદર બજાજ ફિન્સર્વ, બજાજ મોટર્સ, બજાજ ફાઇનૅન્સ, બજાજ ઇલેક્ટ્રોનિક્સ અને બજાજ હેલ્થ કેર જેવી મોટી કંપનીઓ આવે છે. તાજેતરમાં આ ગ્રુપની તમામ કંપનીઓ પર 61,253 કરોડ રૂપિયાનું દેવું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top