ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ..' છોટુ વસાવાના એક પુત્રએ કર્યો 'કેસરિયો' ધારણ તો બી

ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ..' છોટુ વસાવાના એક પુત્રએ કર્યો 'કેસરિયો' ધારણ તો બીજો પુત્ર કરશે...

04/09/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ..' છોટુ વસાવાના એક પુત્રએ કર્યો 'કેસરિયો' ધારણ તો બી

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આસમાને જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ સીટ પરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે. શરૂઆતથી જ ભરૂચ લોકસભા સીટ વિવાદમાં રહી છે. આ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન કરીને ડેડિયાપાળાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ તરફથી સાંસદ મનસુખ વસાવાને રિપિટ કરવામાં આવ્યા છે. ત્યારે આ બેઠકમાં વધું એક પાર્ટી દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવતા રાજકીય ખેલ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે.


આ વખતે ત્રિપાંખિયો જંગ

આ વખતે ત્રિપાંખિયો જંગ

ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. ભાજપ અને આપ ઉપરાંત ભારત આદિવાસી પાર્ટી (BAP)એ પણ પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, આદિવાસી અગ્રણી અને માજી ધારાસભ્ય છોટુ વસાવાએ પોતાના સમર્થકો સાથે થોડા સમય પહેલા આ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ બાદ તેમને પાર્ટીના સંયોજક તરીકે જવાબદારી આપવામાં આવી હતી. ત્યારે હાલ, છોટુ વસાવાએ વીડિયો બનાવીને ભરૂચ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી હતી.

આદિવાસી નેતા છોટુ વસાવાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ભરૂચ બેઠક પર તેમના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી જંગમાં ઉતારશે. ઉલ્લેખનીય છે કે, BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવાએ થોડા સમય પહેલા કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. આ બાદ, બાદ છોટુ વસાવા છાવણીમાં સોપો પડી ગયો છે.


AIMIM  પ્રમુખ સાબીર કાબલીવાલાએ દાવો

AIMIM  પ્રમુખ સાબીર કાબલીવાલાએ દાવો

ઉલ્લેખનીય છે કે, AIMIM પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ દાવો કર્યો હતો કે, તેની પાર્ટી ગુજરાતની બે બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક જણાવવામાં આવી રહી છે. આથી ભરૂચમાં એક સાથે 4 મોટી પાર્ટી એક બીજા સાથે ટકરાશે. જેના કારણે ગુજરાતની આ સીટ પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top