ભારતના આ રાજ્યમાં નેતા રેવડી રૂપે વહેંચી રહ્યા છે મરઘી અને દારૂની બોટલ, જુઓ વીડિયો

ભારતના આ રાજ્યમાં નેતા રેવડી રૂપે વહેંચી રહ્યા છે મરઘી અને દારૂની બોટલ, જુઓ વીડિયો

10/04/2022 National

SidhiKhabar

SidhiKhabar

ભારતના આ રાજ્યમાં નેતા રેવડી રૂપે વહેંચી રહ્યા છે મરઘી અને દારૂની બોટલ, જુઓ વીડિયો

તેલંગાણાના મુખ્યમંત્રી કેસી રાવ (KCR) બુધવારે રાષ્ટ્રીય પક્ષની જાહેરાત કરી શકે છે. આ માટે તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન TRS નેતાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હજુ નવી પાર્ટીની જાહેરાત કરવામાં આવી નથી, આ પહેલા પણ TRS નેતા રાજનલા શ્રીહરિ વારંગલમાં સ્થાનિક લોકોને દારૂની બોટલો અને મરઘી વહેંચતા જોવા મળ્યા હતા.


ટીઆરએસ નેતા રાજનાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તમે TRS નેતાને એક ટ્રક પાસે ઉભેલા જોઈ શકો છો. ટ્રકની અંદર ચિકન છે અને વાઇનની બોટલો ટેબલ પર રાખવામાં આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દારૂ અને મરધી લેવા માટે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય રાજકીય પક્ષના નામની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે દશેરા પર પાર્ટીના નવા નામની જાહેરાત કરવામાં આવી શકે છે.


https://twitter.com/ANI/status/1577238714920894464

સોમવારે (3 ઑક્ટોબર) હૈદરાબાદમાં KCRની ઑફિસમાંથી એક સત્તાવાર રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે TRSની બેઠક તેલંગાણા ભવનમાં દશેરા પર યોજાશે. પાર્ટીની સામાન્ય સભા 5 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે તેલંગાણા ભવન ખાતે યોજાશે, જેમ કે મુખ્યમંત્રીએ અગાઉ જાહેરાત કરી હતી, એમ રિલીઝમાં જણાવાયું છે. આગેવાનોને બેઠકમાં નિયત સમયે હાજર રહેવા અનુરોધ કરાયો છે.


TRS નેતા શ્રીધર રેડ્ડીએ કહ્યું, દેશવાસીઓ એક મજબૂત પ્લેટફોર્મ શોધી રહ્યા છે કારણ કે NDA શાસનના તમામ પાસાઓમાં નિષ્ફળ ગયું છે. શ્રીધર રેડ્ડીએ કહ્યું કે કેસીઆરએ રાષ્ટ્રીય પ્લેટફોર્મ માંગ્યું હતું અને તેઓ રાષ્ટ્રીય સ્તરે જશે. તેમણે કહ્યું કે ગુજરાત મોડલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને દેશ મજબૂત વિકલ્પ શોધી રહ્યો છે. રેડ્ડીએ કહ્યું કે કેસીઆર રાષ્ટ્રીય પાર્ટીના નામની જાહેરાત કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top