ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દસ્તક : આ રાજ્યમાં મળી આવ્યા બે કેસ

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દસ્તક : આ રાજ્યમાં મળી આવ્યા બે કેસ

12/02/2021 National

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દસ્તક : આ રાજ્યમાં મળી આવ્યા બે કેસ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલ કોરોનાનો નવો વેરિયન્ટ અમેરિકા સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. હવે આ યાદીમાં ભારતનું નામ પણ ઉમેરાઈ ગયું છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કર્ણાટક રાજ્યમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે દુનિયાના 29 દેશોમાં અત્યાર સુધીમાં 373 કેસ નોંધાયા છે. જ્યારે ભારતમાં પણ આ વાયરસના બે કેસ સામે આવ્યા છે. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે, દેશમાં બે રાજ્યો એવા છે જ્યાં 10 હજારથી વધુ સક્રિય કેસ છે. જેમાં મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં 11 હજાર તેમજ કેરળમાં 44 હજાર સક્રિય કેસ છે.  કોરોનાના 55 ટકા કેસ આ બે રાજ્યોમાંથી જ આવી રહ્યા છે. 

મંત્રાલયે WHO ના હવાલેથી જણાવ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી પાંચ ગણો વધુ ખતરનાક છે અને તે ખૂબ ઝડપથી ફેલાવાની આશંકા છે. WHOએ તેને ‘વેરિયન્ટસ્ ઓફ કન્સર્ન’ની શ્રેણીમાં રાખ્યો છે. 


બંનેની સારવાર ચાલી રહી છે

આ બંને કેસ કર્ણાટક રાજ્યમાં જ નોંધાયા છે અને તેમની હાલ સારવાર ચાલી રહી છે. નોંધવું જોઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશથી આવેલા કેટલાક લોકો કોરોના પોઝીટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. કોરોનાના નવા વેરિયન્ટના કારણે જ સરકારે વિદેશી યાત્રીઓ માટે નિયમો કડક કર્યા છે તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દીધો છે. 

ICMR ના મહાનિદેશકે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્થાપિત 37 પ્રયોગશાળાઓમાં જિનોમ સિકવેન્સિંગના માધ્યમથી આ બે કેસ વિશે જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી પરંતુ જાગરૂકતા ખૂબ જરૂરી છે. કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top